Ahmedabad

અમદાવાદના ત્રાગડમાં ‘આનકી હર્બલ’ પેઢી પર દરોડા, 2.68 લાખનો કોસ્મેટિક્સનો જથ્થો જપ્ત

By GS Team
27 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદના ત્રાગડમાં FDCAએ 'આનકી હર્બલ' પર દરોડો પાડી રૂ. 2.68 લાખથી વધુનો ગેરકાયદે કોસ્મેટિક્સ જથ્થો જપ્ત કર્યો છે. 25 ઓગસ્ટ 2026ના રોજ ગુપ્ત બાતમી આધારે થયેલી તપાસમાં જાણવા મળ્યું કે, પેઢી લાયસન્સ કે ગુણવત્તા પરીક્ષણ વગર જ ઉત્પાદન અને રીપેકિંગ કરતી હતી. ઓઢવના 'રવી માર્કેટીંગ' પાસેથી બલ્ક મટીરીયલ મેળવી, 'શિવાન્તા રીગેલ'ના ફ્લેટમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી. 10 નમૂના ગુણવત્તા ચકાસણી માટે લેબોરેટરી મોકલાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના ત્રાગડમાં ‘આનકી હર્બલ’ પેઢી પર દરોડા, 2.68 લાખનો કોસ્મેટિક્સનો જથ્થો જપ્ત

Ahmedabad Tragad Aanaki Herbal Cosmetics Raid: ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર(FDCA) દ્વારા અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં આવેલી ‘આનકી હર્બલ’ નામની પેઢી પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને રૂ. 2.68 લાખથી વધુનો ગેરકાયદે કોસ્મેટિક્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

અમદાવાદના ત્રાગડમાં ‘આનકી હર્બલ’ પેઢી પર દરોડા

ગુપ્ત બાતમીના આધારે 25 ઓગસ્ટ 2026ના રોજ કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું હતું કે, આ પેઢી જરૂરી લાયસન્સ કે ગુણવત્તાના પરીક્ષણ વગર જ કોસ્મેટિક્સનું ઉત્પાદન અને બલ્ક પેકમાંથી રીપેકિંગ કરતી હતી.

જપ્ત કરાયેલો મુદ્દામાલ અને તપાસની વિગત

જપ્ત સાધન-સામગ્રી: સ્થળ પરથી ફેરનેસ ક્રીમ, ડાર્ક સર્કલ ક્રીમ, શેમ્પુ, હેર ઓઇલ, બોડી વોશ, ફેસ વોશ, સ્ક્રબ, સોલિડ પરફ્યુમ, ગ્લિસરીન સાબુ, કાચો માલ, પેકિંગ મટીરીયલ અને લેબલ્સ જપ્ત કરાયા છે.
નેટવર્ક: તપાસ અનુસાર, રીપેકિંગ માટેનું બલ્ક મટીરીયલ અમદાવાદના ઓઢવ સ્થિત ‘રવી માર્કેટીંગ’ પાસેથી મેળવવામાં આવતું હતું, જ્યારે ‘શિવાન્તા રીગેલ’ના એક ફ્લેટમાં આ ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી.
સેમ્પલિંગ: FDCA દ્વારા ગુણવત્તા ચકાસણી માટે 10 વિવિધ કોસ્મેટિક પ્રોડક્ટ્સના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.