Ahmedabad

દિવાળીએ ભીડને પહોંચી વળવા ગુજરાતથી ઉ.ભારત તરફ 22 સ્પેશિયલ ટ્રેન 116 ફેરા મારશે

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
દિવાળી-છઠ પૂજા માટે રેલવે તંત્રએ ગુજરાતથી ઉત્તર પ્રદેશ જતી 11 જોડી (22) વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. 1 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર, 2026 દરમિયાન આ ટ્રેનો કુલ 113 ફેરા મારશે. કાનપુર, આગ્રા, પ્રયાગરાજ જેવા શહેરો માટે આ ટ્રેનોની સુવિધા મળશે, જેથી 200થી વધુ વેઈટિંગ લિસ્ટવાળા મુસાફરોને વતન જવામાં સરળતા રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળીએ ભીડને પહોંચી વળવા ગુજરાતથી ઉ.ભારત તરફ 22 સ્પેશિયલ ટ્રેન 116 ફેરા મારશે

Diwali Chhath Special Trains 2026 : દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવતાં ગુજરાતમાં રહેતા ઉત્તર ભારતીય પરિવારોમાં વતન જવાની તૈયારીઓ તેજ બની ગઈ છે. ઉત્તર પ્રદેશ તરફ જતા મુસાફરોનો ભારે ધસારો વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા ગુજરાત સાથે જોડાયેલી 11 જોડી અર્થાત્ 22 વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેનો આગામી 1 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર, 2026 વચ્ચે વિવિધ તારીખો પર કુલ 113 જેટલા ફેરા મારશે, જેથી મુસાફરોને વતન જવા માટે વધારાનો વિકલ્પ મળી રહે.

ઓનલાઇન બુકિંગમાં 200 થી વધુનું વેટિંગ
ઓનલાઇન ટિકિટ બુકિંગમાં 200 થી વધુનું વેટિંગ લિસ્ટ જોવા મળ્યા બાદ રેલવે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ ટ્રેનો મોટેભાગે કાનપુર, આગ્રા, પ્રયાગરાજ અને સુબેદારગંજ સહિતના મહત્ત્વપૂર્ણ શહેરો તરફ દોડશે.

વિશેષ ટ્રેનોનું સમયપત્રક અને રૂટ

ટ્રેન નંબર
રૂટ
સંચાલન સમય
ફેરા
01805-06
કાનપુર-અસારવા
5 ઓક્ટો. - 1 ડિસે.
9
01807-08
આગ્રા-ઉધના
6 ઓક્ટો. - 25 નવે.
8
01809-10
અસારવા-આગ્રા
5 ઓક્ટો. - 24 નવે.
8
04105-06
પ્રયાગરાજ-ઉધના
1 ઓક્ટો. - 30 નવે.
18
04119-20
સુબેદારગંજ-વલસાડ
3 ઓક્ટો. - 29 નવે.
9
04173-74
પ્રયાગરાજ-વેરાવળ
1 ઓક્ટો. - 27 નવે.
9
04155-56
સુબેદારગંજ-ઉધના
19 ઓક્ટો. - 27 નવે.
12
04177-78
સુબેદારગંજ-વલસાડ
6 ઓક્ટો. - 25 નવે.
8
02199-200
ઝાંસી-બાંદ્રા ટર્મિનસ
1 ઓક્ટો. - 28 નવે.
9
04139-40
પ્રયાગરાજ-દાદર
2 ઓક્ટો. - 28 નવે.
9
04175-76
સુબેદારગંજ-દાદર
4 ઓક્ટો. - 24 નવે.
8