Ahmedabad

ઈન્સ્ટાગ્રામ પર યુવતી સાથે દોસ્તીની લાલચ પડી ભારે, અમદાવાદમાં PGમાં રહેતા યુવક પાસેથી રૂ. 9.50 લાખ પડાવ્યા!

By GS Team
23 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં 24 વર્ષીય યુવક ઇન્સ્ટાગ્રામ પર યુવતી સાથે મિત્રતાની જાહેરાત જોઈ ફસાયો. હુકમસિંહે રજિસ્ટ્રેશન ફીના 500 રૂપિયા લીધા બાદ યુવતીના ફોટો મોકલ્યા. પાલડીની હોટલમાં યુવતીને મળવા પહોંચેલા યુવક પાસેથી 14,000 માંગ્યા. બાદમાં સર્વિસ કેન્સલેશન, રિફંડ સહિતના બહાને કુલ 9.50 લાખ પડાવ્યા. છેતરપિંડીનો ભોગ બનતા યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈન્સ્ટાગ્રામ પર યુવતી સાથે દોસ્તીની લાલચ પડી ભારે, અમદાવાદમાં PGમાં રહેતા યુવક પાસેથી રૂ. 9.50 લાખ પડાવ્યા!

Ahmedabad Instagram Scam: સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા અને હોટલમાં મુલાકાત કરાવવાની જાહેરાત જોઈને તેના પર વિશ્વાસ કરવો એક યુવકને ભારે પડ્યો હતો. મૂળ મધ્ય પ્રદેશનો અને અમદાવાદના પાલડી વિસ્તારમાં પીજીમાં રહેતો 24 વર્ષીય યુવક ઈન્સ્ટાગ્રામ પર એક સ્પોન્સર્ડ એડવર્ટાઈઝ જોઈને તેમાં આપેલા નંબર પર કોન્ટેક્ટ કર્યો હતો. સામેવાળાએ પોતાનું નામ હુકમસિંહ હોવાનું જણાવી યુવક પાસેથી સૌપ્રથમ 500 રૂપિયા રજિસ્ટ્રેશન ફી લીધી હતી. ત્યારબાદ ચારથી પાંચ યુવતીના ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી યુવકે એક યુવતીની પસંદગી કરી હતી.

મળતી માહિતી મુજબ, યુવતીને પાલડીની હોટલમાં મળવા પહોંચેલા યુવક પાસેથી મુલાકાત ચાર્જ અને હોટલના રૂમના ભાડા સહિત રૂપિયા 14 હજારની માંગણી કરવામાં આવી હતી. જોકે, મોડું થઈ જતા યુવકે સર્વિસ કેન્સલ કરી હતી અને સવારના સમયે રિફંડ મળી જશે તેમ તેને જણાવાયું હતું. ત્યારબાદ સર્વિસ કેન્સલેશન ચાર્જ, સર્વિસ રિન્યુઅલ ચાર્જ, રિફંડ તથા બેન્કિંગ પ્રોસેસ અને અન્ય બહાના હેઠળ યુવક પાસેથી અલગ-અલગ બેન્ક એકાઉન્ટ અને UPI IDમાં વારંવાર રૂપિયા ભરાવવામાં આવ્યા હતા. આ રીતે આરોપીઓએ યુવક પાસેથી કુલ રૂપિયા 9.50 લાખ પડાવી લીધા હતા.

લાંબા સમય બાદ પણ રિફંડ ન મળતાં યુવકને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. જેથી તેણે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.