માથાભારે બુટલેગર કિશોર લંગડાના પૌત્રએ વૈભવી કાર રોંગ સાઈડમાં દોડાવી અકસ્માત સર્જ્યો, બાદમાં મારામારી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime news : અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લગંડાનો માથાભારે પૌત્ર આદિત્ય ફરીથી વિવાદમાં આવ્યો છે. તેણે વૈભવી કારને સીજી રોડના ગીરીશ કોલ્ડડ્રિંક ચાર રસ્તા પર રોંગસાઇડમાં પુરઝડપે ચલાવીને સ્ટંટ કરીને અકસ્માત કર્યા બાદ મારામારી કરી હતી. નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
બુધવારે બપોરના સમયે એક વૈભવી કારને એક યુવકે નવરંગપુરા ગીરીશ કોલ્ડ ડ્રીન્ક ચાર રસ્તા પાસે રોંગસાઇડમાં પુરઝડપે ચલાવીને સ્ટંટ કર્યો હતો. જેના કારણે નાસભાગ મચી ગઇ હતી. આ સમયે કાર દ્વારા અકસ્માત થતા એક વ્યક્તિએ તેને કારચાલક યુવકને ઠપકો આપતા આ યુવકે મારામારી કરી હતી. જે અંગે નવરંગપુરા પોલીસને જાણ થતા સ્થળ પર જઇને તપાસ કરતા આ કાર ચાલક યુવક આદિત્ય રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. જે કુખ્યાત બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર છે. પોલીસે આ અનુસંધાનમાં કાર જપ્ત કરીને ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.
આદિત્ય રાઠોડે અગાઉ જીએલએસ કેમ્પસમાં પણ એક યુવક સાથે મારામારી કરી હતી. તેમજ તે ગંભીર ગુના અને હથિયાર સાથે રીલ્સ બનાવવાના વિવાદમાં પણ આવી ચુક્યો છે. હાલ પોલીસે જે કાર જપ્ત કરી છે. તે કારમાં જ તે હથિયાર સાથે રાજકોટમાં ઝડપાયો હતો. જ્યારે કિશોર લંગડા અને તેના પુત્ર અજીતસિંહ વિરુદ્ધ અનેક ગુના નોધાયેલા છે.




