સાબરમતીમાં 84 હેક્ટરમાં દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન ડેપો બનશે, તમામ સુવિધા ઉપલબ્ધ થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sabarmati Bullet Train Depot : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અમદાવાદના સાબરમતી ખાતે દેશનો સૌથી મોટો 'સ્ટોક એન્ડ મેઈન્ટેનન્સ ડેપો' ખૂબ જ ઝડપથી આકાર લઈ રહ્યો છે. આશરે 84 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો આ ડેપો બુલેટ ટ્રેનોના પાર્કિંગ, જાળવણી, નિરીક્ષણ અને પરીક્ષણ માટેનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. પ્રોજેક્ટના વિકાસની સાથે અહીં વિશ્વકક્ષાની અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
એક જ ડેપોમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ
અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ કોરિડોરના 3 મુખ્ય ડેપોમાં સાબરમતી ડેપો સૌથી મોટો હશે. અહીં ટ્રેનોની નિયમિત જાળવણી, સફાઈ અને રિપેરિંગ માટે અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
- આધુનિક ઈન્સ્પેક્શન સિસ્ટમ
- ઓટોમેટેડ વોશિંગ પ્લાન્ટ
- અત્યાધુનિક વર્કશોપ
- બોગી એક્સચેન્જ લાઈન
ટેસ્ટ ટ્રેક 14 થી 29 રેલ લાઇનનું વિસ્તરણ
શરૂઆતના તબક્કામાં આ ડેપોમાં કુલ 14 રેલ લાઇન કાર્યરત કરવામાં આવશે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેની ક્ષમતા વધારીને કુલ 29 રેલ લાઇન સુધી વિસ્તૃત કરવામાં આવશે. બુલેટ ટ્રેનના સમગ્ર ઓપરેશન માટે આ ડેપો મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે કામ કરશે, જ્યાંથી ટ્રેનો દૈનિક સેવા માટે તૈયાર થઈને નીકળશે. દેશની પ્રથમ હાઈ-સ્પીડ રેલ સેવાના સંચાલનમાં આ ડેપો ચાવીરૂપ ભૂમિકા ભજવશે અને ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિનું મોટું સોપાન સાબિત થશે.









