અમદાવાદ એરપોર્ટ પર 973 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજા સાથે સુરતનો મુસાફર ઝડપાયો, ‘ડિહાઇડ્રેટેડ ગુઆવા’ની આડમાં હેરાફેરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Airport Drugs Seized: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ને મોટી સફળતા મળી છે. થાઈલેન્ડના બેંગકોકથી આવેલી ફ્લાઇટના એક મુસાફર પાસેથી કસ્ટમ્સ અધિકારીઓએ 973.23 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો (મેરિજુઆના) ઝડપી પાડ્યો છે. આ નશીલા પદાર્થ સાથે કસ્ટમ્સે સુરતના વતની એવા પ્રવાસી શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ એરપોર્ટના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ 'ડિહાઇડ્રેટેડ ગુઆવા'ના નામે 30 નાના પેકેટમાં છુપાવેલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરીને NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
'ડિહાઇડ્રેટેડ ગુઆવા' ના નામે ચાલતું હતું સ્મગલિંગ
મળેલી વિગતો અનુસાર, 29 સપ્ટેમ્બરના રોજ બેંગકોકથી ફ્લાઇટ નંબર TG 343 દ્વારા અમદાવાદ એરપોર્ટ પર આ પ્રવાસી ઉતર્યો હતો. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ APIS (એડવાન્સ્ડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ) પ્રોફાઇલિંગના આધારે તેના પર શંકા જતાં તેની ઘેરાબંધી કરી રોકી લીધો હતો. અધિકારીઓએ જ્યારે તેના કેબિન બેગેજમાં રહેલી એક પેપર કેરી બેગની વિગતવાર તપાસ કરી, ત્યારે તેમાંથી 2 મોટા પ્લાસ્ટિકના પેકેટ મળી આવ્યા હતા. આ બંને પેકેટોની અંદર 30 નાના પ્રિન્ટેડ પેકેટો છુપાવવામાં આવ્યા હતા, જેની ઉપર ભ્રામક રીતે ‘Dehydrated Guava’ (સુકા જામફળ) લખેલું હતું.
NDPS કિટ ટેસ્ટમાં ગાંજાની પુષ્ટી
શંકાસ્પદ પેકેટોને ખોલીને જોતાં તેમાંથી લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. કસ્ટમ્સની ટીમે તાત્કાલિક NDPS (નોર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા પ્રાથમિક પરીક્ષણ કર્યું હતું, જેમાં આ પદાર્થ ઉચ્ચ ગુણવત્તાનો હાઇડ્રોપોનિક ગાંજો (મેરિજુઆના) હોવાનું પુરવાર થયું હતું.
ઝડપાયેલા સમગ્ર મુદ્દામાલનું વજન કરતાં તે 973.23 ગ્રામ નોંધાયું હતું. કસ્ટમ્સ વિભાગે NDPS Act, 1985 ની વિવિધ કડક જોગવાઈઓ હેઠળ નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરી મુસાફરની અટકાયત કરી છે. આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે, અને આ જથ્થો કોને ડિલિવર કરવાનો હતો, તે અંગે કસ્ટમ્સ વિભાગે વધુ તપાસ તેજ કરી છે.




