Ahmedabad

GPO માંથી 60 લાખના કફ સિરપ મળવા મામલે સપ્લાયર પ્રામા હેલ્થ કેરના લાયસન્સ રદ

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ SOGએ GPO પર દરોડો પાડી 60 લાખનો કફસિરપનો જથ્થો જપ્ત કર્યો. સરખેજની પ્રામા કંપનીએ આસામ મોકલેલો જથ્થો NDPS એક્ટ હેઠળ જપ્ત કરાયો. હિરેન પટેલ અને પાર્શ્વ વોરા સામે કાર્યવાહી થતાં કંપનીના બંને લાયસન્સ રદ થયા છે. વધુ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

GPO માંથી 60 લાખના કફ સિરપ મળવા મામલે સપ્લાયર પ્રામા હેલ્થ કેરના લાયસન્સ રદ

Ahmedabad Crime news : સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા જનરલ પોસ્ટ ઓફિસ (જીપીઓ)માં દરોડો પાડીને રૂપિયા 60 લાખની કિંમતનો કફસિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. જે અમદાવાદના સરખેજ સ્થિત પ્રામા કંપનીએ આસામ સપ્લાય કરવા માટે મોકલ્યો હતો. જે અનુસંધાનમાં પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ હિરેન પટેલ અને પાર્શ્વ વોરા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સાથે કંપનીના બંને લાયસન્સ રદ કર્યા છે. ત્યારે વધુ તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.

કાંરજ વિસ્તારમાં આવેલી જનરલ પોસ્ટ ઓફિસમાં આવેલા પાર્સલ વિભાગમાં કેટલાંક શંકાસ્પદ પાર્સલ હોવાની બાતમી સ્પેશીયલ ઓપરેશન ગ્રૂપના અધિકારીઓને મળી હતી. જેના આધારે થોડા દિવસ પહેલા પોલીસે દરોડો પાડીને કેટલાંક પાર્સલમાં તપાસ કરતા કફસિરપની પાંચ હજાર જેટલી બોટલો મળી આવી હતી. જેની કિંમત આશરે 60 લાખ રૂપિયા હતી.

આ કફસિરપમાં કોડીન ફોસ્ફેટ અને ટ્રાઇપોલીડીન હાઇડ્રોક્લોરાઇડ વધુ પ્રમાણમાં હતું. જે આસામ અને મિઝોરમમાં મોકલવાનું હતું. જો કે તે ડિલિવર થાય તે પહેલા જપ્ત કરાયું હતું. આ અંગે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કફસિરપનો જથ્થો સરખેજ સ્થિત પ્રામા ફાર્મા કંપનીનો હતો.

જે હિરેન પટેલ અને પાર્શ્વ વોરા નામના વ્યક્તિની કંપની હતી. આ ગેરકાયદે જથ્થા અનુસંધાનમાં કંપનીનું લાયસન્સ રદ કરવા માટે રિપોર્ટ કર્યો હતો. જેમાં તપાસના અંતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરીને કંપનીના બંને લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. બીજી તરફ આ કંપની દ્વારા અગાઉ ક્યા ક્યા કફનો જથ્થો મોકલવામાં આવ્યો છે. ? તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જેમા મોટા ખુલાસા થવાની શક્યતા છે.