Ahmedabad

અમદાવાદ સ્ટેશન પર 3 મહિના માટે જોધપુર–હડપસર ટ્રેનનું સ્ટોપેજ બંધ, આ સ્ટેશન પર રોકાશે

By GS Team
19 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યને કારણે, 21 ઓગસ્ટથી 21 નવેમ્બર 2026 સુધી જોધપુર–હડપસર દૈનિક એક્સપ્રેસ (ટ્રેન નંબર 20495/20496) અમદાવાદ સ્ટેશનને બદલે સાબરમતી સ્ટેશન પર રોકાશે. પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મની મર્યાદિત ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. મુસાફરોએ આ ફેરફારની ખાસ નોંધ લેવી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ સ્ટેશન પર 3 મહિના માટે જોધપુર–હડપસર ટ્રેનનું સ્ટોપેજ બંધ, આ સ્ટેશન પર રોકાશે
Image: indiarailinfo

Jodhpur Hadapsar Express Sabarmati Station Stoppage: અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યને કારણે જોધપુર–હડપસર–જોધપુર દૈનિક એક્સપ્રેસ ટ્રેન નંબર 20495/20496 અમદાવાદ સ્ટેશનની જગ્યાએ સાબરમતી સ્ટેશન પર રોકાશે. આમ, આગામી 21 ઓગસ્ટથી 21 નવેમ્બર 2026 સુધી આ ટ્રેનનું અમદાવાદ સ્ટેશન પરનું સ્ટોપેજ અસ્થાયી રીતે બંધ રહેશે.

અમદાવાદ સ્ટેશન પર 3 મહિના માટે જોધપુર–હડપસર ટ્રેનનું સ્ટોપેજ બંધ

જોધપુર-હડપસર ટ્રેનનું સ્ટોપેજ અમદાવાદ સ્ટેશનની જગ્યાએ સાબરમતી સ્ટેશન પર આપવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ આવતા-જતા મુસાફરોએ સ્ટોપેજને લઈને ખાસ નોંધ લેવી. પ્લેટફોર્મની મર્યાદિત ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય લેવાયો છે.

સાબરમતી સ્ટેશને ટ્રેન ઊભી રહેશે

નોંધનીય છે કે, ટ્રેન નંબર 20495 જોધપુરથી ઉપડ્યા બાદ અમદાવાદના સાબરમતી ખાતે સવારે 5:20 વાગ્યે પહોંચશે અને 10 મિનિટ રોકાયા બાદ ઉપડશે. જ્યારે હડપસરથી પરત આવતી ટ્રેન નંબર 20496 સવારે 7:20 વાગ્યે સાબરમતી સ્ટેશન ખાતે પહોંચશે અને 7:30 વાગ્યે આગળ રવાના થશે.

image.png
image.png