Ahmedabad

અમદાવાદ: મિત્રની પત્નીને બીભત્સ વીડિયો મોકલી કરી છેડતી, મેડિકલ સ્ટુડન્ટના ઘરમાં ઘૂસી જબરદસ્તી કરનાર યુવક સામે ફરિયાદ

By GS Team
21 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સોલામાં એક 21 વર્ષીય મેડિકલ વિદ્યાર્થિની સાથે છેડતીનો બનાવ બન્યો છે. પતિના મિત્રએ તેની એકલતાનો લાભ લઈ ઘરમાં ઘૂસી કપડાં ફાડી નાખ્યા હતા. આરોપીએ અગાઉ બાથરૂમમાંથી પોતાના બીભત્સ વીડિયો યુવતીને મોકલ્યા હતા. પાકીટ ભૂલી જવાના બહાને તે ફરી ઘરમાં આવ્યો હતો. યુવતીની બૂમાબૂમથી આરોપી નાસી છૂટ્યો હતો. સોલા પોલીસે છેડતી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: મિત્રની પત્નીને બીભત્સ વીડિયો મોકલી કરી છેડતી, મેડિકલ સ્ટુડન્ટના ઘરમાં ઘૂસી જબરદસ્તી કરનાર યુવક સામે ફરિયાદ

Ahmedabad Sola Molestation Case: ​અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી અને મેડિકલનો અભ્યાસ કરતી 21 વર્ષીય પરિણીતાની એકલતાનો લાભ લઈ તેના પતિના જ મિત્રએ ઘરમાં ઘૂસી કપડાં ફાડી છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ અગાઉ પતિ સાથે ઘરે આવ્યો ત્યારે બાથરૂમમાંથી પોતાના બીભત્સ વીડિયો ઉતારી યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મોકલ્યા હતા અને ત્યારબાદ પાકીટ ભૂલી ગયો હોવાના બહાને પરત ઘરે આવી આ કૃત્ય આચર્યું હતું. યુવતીએ બૂમાબૂમ કરતા આરોપી નાસી છૂટ્યો હતો, જે અંગે સોલા પોલીસે છેડતી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

​સોલા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીના થોડા સમય પહેલા જ લગ્ન થયા છે અને તે હાલ મેડિકલનો અભ્યાસ કરી રહી છે. બનાવની વિગત મુજબ, યુવતીનો પતિ તેના મિત્ર સાથે બહાર ગયો હતો અને ત્યારબાદ તે મિત્રને લઈને પોતાના ઘરે આવ્યો હતો. પતિ અને તેનો મિત્ર ઘરે રોકાયા હતા, તે દરમિયાન યુવતી બીજા રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. યુવતી જ્યારે ઊઠી ત્યારે તેના મોબાઈલ ફોનમાં પતિના મિત્રના ઈન્સ્ટાગ્રામ પર મેસેજ આવેલા હતા.

આરોપીએ પહેલા મેસેજ કરીને જણાવ્યું હતું કે, તે તેમના ઘરે આવ્યો હતો અને તેના પુરાવા રૂપે ઘરના ફોટો પણ મોકલ્યા હતા. ત્યારબાદ આરોપીએ ઘરના બાથરૂમમાં જઈને પોતાના બીભત્સ વીડિયો ઉતાર્યા હતા અને તે યુવતીને મોકલ્યા હતા. આ જોઈ ગભરાઈ ગયેલી યુવતીએ તે મેસેજ તરત જ ડિલીટ કરી દીધા હતા. જો કે, આરોપીની હિંમત અહીં અટકી ન હતી. તેણે ફરીથી યુવતીને મેસેજ કરીને બહાનું બનાવ્યું હતું કે તે પોતાનું પાકીટ તેમના ઘરે ભૂલી ગયો છે. આરોપી ઘરે ન આવે તે હેતુથી યુવતીએ તેને કહ્યું હતું કે પાકીટમાં જેટલા પૈસા હોય તે તે ઓનલાઈન ટ્રાન્સફર કરી આપશે. પરંતુ, આરોપીએ ઓનલાઈન પૈસા લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને પાકીટ લેવા ઘરે આવવાનું કહ્યું હતું.

થોડી જ વારમાં આરોપી યુવતીના ઘરે પહોંચ્યો હતો. યુવતીએ જેવો ઘરનો દરવાજો ખોલ્યો કે તરત જ આરોપીએ તેને બાથમાં ભીડી લીધી હતી અને તેની ટી-શર્ટ ફાડી નાખી જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે યુવતીએ હિંમત દાખવી જોરશોરથી બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ જવાની બીકે આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.