પિતૃપક્ષ અને ભાદરવી પૂનમ મેળાને જોતાં પશ્ચિમ રેલવે નિર્ણય, સિદ્ધપુર સહિત 4 સ્ટેશન પર ટ્રેનોને અસ્થાયી સ્ટોપેજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Siddhpur Railway Station Temporary Train Stoppage: પિતૃપક્ષ અને ભાદરવી પૂનમ મેળા દરમિયાન પેસેન્જરો અને શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા સિદ્ધપુર સ્ટેશન પર 3 જોડી ટ્રેનો તથા અસારવા–ખેડબ્રહ્મા મેમૂને જાદર અને વડાલી સ્ટેશન પર અસ્થાયી સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવાયો છે. આ વધારાના સ્ટોપેજથી મેળા અને પિતૃપક્ષ દરમિયાન મુસાફરોને રેલ કનેક્ટિવિટીનો લાભ મળશે.
મેમૂને જાદર-વડાલી પર 26 સપ્ટેમ્બર સુધી સ્ટોપેજ
ટ્રેન નંબર 69251/69252 અસારવા–ખેડબ્રહ્મા–અસારવા મેમૂને તાત્કાલિક અસરથી 26 સપ્ટેમ્બર, 2026 સુધી જાદર અને વડાલી સ્ટેશનો પર અસ્થાયી સ્ટોપેજ અપાયું છે.
ટ્રેન નંબર 69251 અસારવા–ખેડબ્રહ્મા મેમૂ જાદર ખાતે 19:59/20:00 કલાકે અને વડાલી ખાતે 20:24/20:25 કલાકે રહેશે. પરત આવતી 69252 મેમૂ વડાલી ખાતે 06:53/06:54 કલાકે અને જાદર ખાતે 07:10/07:11 કલાકે રહેશે.
સિદ્ધપુરમાં 3 જોડી ટ્રેનોના સ્ટોપેજ
ટ્રેન નંબર 20495/20496 જોધપુર–હડપસર–જોધપુર એક્સપ્રેસને 4થી 9 ઓક્ટોબર સુધી સિદ્ધપુરમાં સ્ટોપેજ મળશે. 20495નું આગમન/પ્રસ્થાન 03:41/03:43 અને 20496નું 08:55/08:57 કલાકે રહેશે.
ટ્રેન નંબર 12547/12548 આગ્રા કેન્ટ–ગાંધીગ્રામ–આગ્રા કેન્ટ એક્સપ્રેસને 5, 6, 8 અને 9 ઓક્ટોબરે સિદ્ધપુરમાં સ્ટોપેજ મળશે. 12547નું સમય 09:53/09:55 કલાકે, જ્યારે 12548નું 18:10/18:12 કલાકે રહેશે. 12548 માટે 5, 7 અને 8 ઓક્ટોબરની તારીખો જાહેર કરવામાં આવી છે.
ટ્રેન નંબર 19409/19410 સાબરમતી–ગોરખપુર–સાબરમતી એક્સપ્રેસને પણ સિદ્ધપુરમાં અસ્થાયી સ્ટોપેજ અપાયું છે. 19409ને 8 અને 10 ઓક્ટોબરે 11:45/11:47 કલાકે, જ્યારે 19410ને 5 ઓક્ટોબરે 08:04/08:06 કલાકે સ્ટોપેજ મળશે. આ અસ્થાયી સ્ટોપેજથી પિતૃપક્ષ દરમિયાન સિદ્ધપુર આવતા પેસેન્જરો તેમજ ભાદરવી પૂનમ મેળામાં જતાં શ્રદ્ધાળુઓને વધારાની રેલ સુવિધા મળશે.




