અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ફાયરિંગની ઘટના, ફટાકડા ફોડવા મુદ્દે બે જૂથ આમને-સામને
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Firing incident in Ahmedabad : અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સાયન્સ સિટી રોડ પર તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં મામલો એટલો બગડ્યો કે ફાયરિંગ સુધીની નોબત આવી ગઈ. આ બનાવ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
ફટાકડા ફોડવાની નજીવી બાબતે બે જૂથ સામ-સામે
મળતી માહિતી પ્રમાણે, સાયન્સ સિટી સામે આવેલા એક કોમર્શિયલ બિલ્ડિંગ અને નજીકની સોસાયટીના રહીશો વચ્ચે અચાનક બોલાચાલી થઈ હતી. કોમર્શિયલ બિલ્ડીંગના 3 યુવકો દ્વારા સોસાયટીની બહાર ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે ત્યાંના રહીશોએ તેને ના પડવા છતા તેઓ અટક્યા ન હતી. આ પછી થોડીવારમાં ત્રણેય શખ્સો ફરીથી ત્યાં આવીને રોકેટ સળગાવી જે સોસાયટીના સભ્યો પર પડી હતી. આ સમયે રહીશોએ વિરોધ કરીને ફટાકડા ફોડવાની મનાઈ કરતા આ યુવાનોએ ઉશ્કેરાઈને ધમકી આપતા જણાવ્યું કે, 'તેઓ અહીં જ ફટાકડા ફોડશે અને તેમનાથી જે થાય તે કરી લે'
મામલો વધુ ન બગડે તે માટે હવામાં ફાયરિંગનો દાવો
આ પછી આ યુવકોએ અન્ય લોકોને બોલાવ્યા, જે પછી 20-25 શખ્સોના ટોળાએ ધોકા અને હથિયારો સાથે સોસાયટીના સભ્યો જોડે ઝઘડો કરી મારામારી કરી હતી. આ હુમલામાં સોસાયટીના 4થી 5 સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી એક વ્યક્તિ દ્વારા બચાવ માટે પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હવામાં ગોળીબાર થતાં જ હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને ત્યારબાદ તમામ ઘાયલોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ફાયરિંગ કરનારો પોતે જ બન્યો ફરિયાદી
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જોકે, પોલીસ તપાસમાં એક મહત્વની બાબત સામે આવી છે કે જે વ્યક્તિએ હથિયારથી ફાયરિંગ કર્યું હતું તે આ કેસનો કોઈ ગુનેગાર કે આરોપી નથી, પરંતુ આ સમગ્ર પ્રકરણમાં તે ખુદ ફરિયાદી છે. તેની પાસે પોતાના હથિયારનું કાયદેસરનું લાયસન્સ છે. પ્રાથમિક દ્રષ્ટિએ હિંસક ટોળાના હુમલા સામે સ્વબચાવમાં અને મામલો વધુ ન વકરે તે માટે જ આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. હાલ પોલીસે બંને પક્ષોના નિવેદનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.




