Ahmedabad

વરસાદ વચ્ચે અમદાવાદમાં ફાયરિંગની ચોંકાવનારી ઘટના, બે નિવૃત્ત આર્મી જવાનો વિવાદ ઉકેલવામાં બાઝ્યા

By GS Team
14 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વસ્ત્રાલમાં તક્ષશીલા ક્રોસ રોડ નજીક બપોરે 1 વાગ્યે ફાયરિંગ થયું. મકાન વિવાદના સમાધાન સમયે પ્રમોદે ગોળી ચલાવતા એક ભાઈને જાંઘમાં વાગી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યા. તેમની હાલત સ્થિર છે. રામોલ પોલીસે આરોપી પ્રમોદ સહિત અન્ય લોકોને ઝડપી પાડી, હથિયારો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદ વચ્ચે અમદાવાદમાં ફાયરિંગની ચોંકાવનારી ઘટના, બે નિવૃત્ત આર્મી જવાનો વિવાદ ઉકેલવામાં બાઝ્યા

Ahmedabad Crime and Firing News : રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા તક્ષશિલા ક્રોસ રોડ પાસે બપોરે આશરે 1 વાગ્યાની આસપાસ મકાનના આંતરિક વિવાદમાં સમાધાન કરવા ભેગા થયેલા ભાઈઓ વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી. જેમાં સીમા સુરક્ષા દળ (BSF)માં ફરજ બજાવતા પ્રમોદ રામ પ્રસાદ શિવ દયાલ પ્રજાપતિ (ઉં.વ. 46)એ ઉશ્કેરાઈને પોતાના રિટાયર્ડ આર્મી જવાન પિતરાઈ ભાઈ રાજેશભાઈ હરિશંકરભાઈ પ્રજાપતિ (ઉં.વ. 54) પર ફાયરિંગ કર્યું હતું. ગોળી રાજેશભાઈની જાંઘના ભાગે વાગતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી, ફાયરિંગ કરનાર આરોપીને હથિયાર સાથે તેમજ બેઠકમાં હાજર અન્ય લોકોને રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​તક્ષશિલા ક્રોસ રોડ નજીક પ્રજાપતિ પરિવારના ભાઈઓ વચ્ચે મકાનની માલિકી કે વહેંચણી બાબતે જૂનો આંતરિક વિવાદ ચાલતો હતો. આ તકરારનો સુખદ અંત લાવવા માટે બપોરે આશરે 1 વાગ્યે તેઓ સમાધાન અર્થે એકઠા થયા હતા. આ બેઠકમાં વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. દરમિયાન BSFમાં નોકરી કરતા પ્રમોદ પ્રજાપતિએ અચાનક હથિયાર કાઢી ફાયરિંગ કરી દીધું હતું, જે ગોળી સમાધાન માટે આવેલા રાજેશભાઈ પ્રજાપતિની જાંઘમાં વાગી હતી. ફાયરિંગના અવાજથી આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

આ ઘટના તક્ષશિલા ક્રોસ રોડ પર બપોરે આશરે 1 વાગ્યાની આસપાસ બની હતી. આ બનાવમાં આરોપી અને ફરિયાદી બંને રિટાયર્ડ આર્મીના જવાનો પ્રજાપતિ છે, જેઓ પોતાના આંતરિક વિવાદ અંગે સમાધાન કરવા માટે એકસાથે બેઠા હતા. એ સમાધાન બેઠક દરમિયાન ત્યાં બોલચાલ થઈ ગઈ અને તેમાંથી એક ભાઈએ ફાયરિંગ કરી દીધું, જેમાં ગોળી બીજા ભાઈની જાંઘ પર વાગી હતી, પરંતુ હાલ તેમની સ્થિતિ ક્રિટિકલ કે ગંભીર નથી. ગોળી ચલાવનાર તો એક જ વ્યક્તિ છે, પરંતુ પોલીસે સમાધાન બેઠકમાં હાજર પ્રજાપતિ ભાઈઓ અને તેમની સાથે આવેલા અન્ય બે-ત્રણ લોકો સહિત તમામ લોકોને પકડી લીધા છે. હાલ પોલીસ બાકીના લોકોની શું ભૂમિકા હતી તેની તપાસ કરી રહી છે અને ફરિયાદનું ડ્રાફ્ટિંગ કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.