Ahmedabad

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં મોટો ફેરફાર! રાજકોટ-વિરમગામને બદલે હવે બોટાદ થઈને દોડશે!

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ-સોમનાથના મુસાફરો માટે સારા સમાચાર છે. રેલવે મંત્રાલયે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનો રૂટ બદલ્યો છે. હવે આ ટ્રેન રાજકોટ-વિરમગામને બદલે ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે. 17 ઓગસ્ટ, 2026થી ટ્રેન નંબર 26901 અને 26902 નવા રૂટ પર નિયમિત દોડાવાશે. આનાથી સોમનાથ દર્શન કરી શ્રદ્ધાળુઓ એક જ દિવસમાં અમદાવાદ પરત ફરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં મોટો ફેરફાર! રાજકોટ-વિરમગામને બદલે હવે બોટાદ થઈને દોડશે!

Sabarmati Veraval Vande Bharat Express Route Change: અમદાવાદથી સોમનાથ જતાં રેલવે મુસાફરો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આમ, આ ટ્રેન રાજકોટ-વિરમગામને બદલે હવે ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડાવાશે.

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં મોટો ફેરફાર 

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના રૂટની વિરમગામ-સુરેન્દ્રનગર-જેતલસર-જૂનાગઢ જતી ટ્રેનનો રૂટ બદલવામાં આવ્યો છે. એટલે હવે આ ટ્રેન ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ માર્ગથી દોડાવાશે. જેમાં આગામી 17 ઓગસ્ટ, 2026થી ટ્રેન નંબર 26901 અને 26902 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ નવા રૂટ પર નિયમિત રીતે દોડાવાશે. આમ, હવે સોમનાથ જતાં શ્રદ્ધાળુઓ એક જ દિવસમાં સોમનાથ દર્શન કર્યા બાદ રાત્રે અમદાવાદ પરત ફરી શકશે.

ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 

આ ટ્રેન સવારે 6 વાગ્યે અમદાવાદના સાબરમતીથી ઉપડશે અને સવારે 6.16 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. આ પછી બપોરે 12.50 વાગ્યે ટ્રેન વેરાવળ પહોંચશે.

ટ્રેન નંબર 26902 વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 

સોમનાથમાં દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓ આ ટ્રેનથી અમદાવાદ પરત ફરી શકે છે. આમ, રેલવેના મુસાફરો એક જ દિવસમાં પરત આવી શકશે. જેમાં ટ્રેન નંબર 26902 વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બપોરે 3.50 વાગ્યે વેરાવળથી ઉપડશે. જે રાત્રે 9.50 વાગ્યે ગાંધીગ્રામ અને રાત્રે 10.25 વાગ્યે સાબરમતી પહોંચશે. 

કયા સ્ટેશને રોકાશે ટ્રેન?

નવા રૂટ પર બંને દિશામાં ટ્રેન ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા અને જૂનાગઢ સ્ટેશનો પર રોકાશે.

ઉલ્લેખનીય છે કે, સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં ફેરફાર કરાતાં ગાંધીગ્રામ- બોટાદના મુસાફરો તેનો લાભ લઈ શકશે. આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડાવાશે.