Ahmedabad

અમદાવાદ: રામોલમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરી ધમકી આપનાર આરોપીને 20 વર્ષની સખત સજા, પોકસો કોર્ટનો ચુકાદો

By GS Team
7 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના રામોલમાં 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારનાર રોહિત ચૌહાણને પોકસો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીએ ધમકી આપી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરતા તેને 4 માસનો ગર્ભ રહ્યો હતો. કોર્ટે ભોગ બનનારને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. રામોલ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રામોલમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરી ધમકી આપનાર આરોપીને 20 વર્ષની સખત સજા, પોકસો કોર્ટનો ચુકાદો

Ahmedabad News: અમદાવાદના રામોલમાં 13 વર્ષની સગીરાને ધમકી આપી દુષ્કર્મ કરી 4 માસનો ગર્ભ કરાવનાર આરોપી રોહિત ચૌહાણને પોકસો કોર્ટના ખાસ જજ એચ.એન.દેસાએ દોષિત ઠેરવી 20 વર્ષની સખત સજા ફટકારવાનો આદેશ કર્યો છે. કોર્ટે ભોગ બનનાર સગીરાને રૂ.4 લાખ વળતર ચૂકવવાનો પણ નિર્દેશ કર્યો છે.

13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરી ધમકી આપનાર આરોપીને 20 વર્ષની સખત સજા

રામોલમાં 13 વર્ષની સગીરા 30 ઓગષ્ટ 2024માં તેની નાનીના ઘર આંગણે રમતી હતી. ત્યારે સગીરા કચરા પોતા કરવા ગઈ હતી. તેવામાં આરોપી ઘરમાં ગયો હતો અને સગીરાને ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીએ સગીરાને ધમકી આપી વારંવાર દુષ્કર્મ કર્યું હતું. જેના કારણે તેને 4 માસનો ગર્ભ રહ્યો હતો. આ અંગે સગીરાની માતાની ફરિયાદના આધારે રામોલ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ડી.એમ.ઠાકોરે સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓ તપાસી આરોપી સામેનો કેસ પુરવાર કર્યો હતો.