Ahmedabad

ગુજરાતમાં થશે મેઘરાજાની વાપસી! આ જિલ્લામાં 48 કલાક ભારે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. 8 અને 9 ઑગસ્ટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ અપાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં થશે મેઘરાજાની વાપસી! આ જિલ્લામાં 48 કલાક ભારે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર

Gujarat Rain Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધવાની મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) અને ચોમાસી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી આઠમી અને નવમી ઑગસ્ટના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, વર્તમાન ચોમાસી સિસ્ટમ અને પશ્ચિમી વિક્ષોભની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે. તંત્ર દ્વારા આઠમી ઑગસ્ટે કેટલાક ભાગો માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે તેના પછીના દિવસે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી છે.

છઠ્ઠી ઑગસ્ટ: વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા અને નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

સાતમી ઑગસ્ટ: અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ-દાદરા નગરહવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આઠમી ઑગસ્ટ: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.

નવમી ઑગસ્ટ: વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને દરિયામાં ન જવાની સૂચના

દરિયામાં તોફાની પવન ફુંકાવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સ્પષ્ટ સૂચના આપી છે. આ ઉપરાંત, વીકેન્ડ દરમિયાન વરસાદની તીવ્રતા વધવાની ધારણા હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા અને તંત્રની માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.