Ahmedabad

અમદાવાદ સહિત રાજ્યના 82 તાલુકામાં મેઘમહેર, ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

By GS Team
18 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદ સહિત રાજ્યના 82 તાલુકામાં 18 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો. વસ્ત્રાપુર, સેટેલાઇટ જેવા અમદાવાદના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદ થયો. તાપીના ઉકાઈ અને વલસાડના નાનાપોંઢામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે 24 જુલાઈ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ અસર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ સહિત રાજ્યના 82 તાલુકામાં મેઘમહેર, ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

Ahmedabad Rain, Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી 24 જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 18 જુલાઈએ અમદાવાદ સહિત રાજ્યના 82 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. શનિવારે રાત્રે વસ્ત્રાપુર, સેટેલાઈટ, શ્યામલ, પાલડી, થલતેજ, બોપલ, કાંકરિયા, ખોખરા, અમરાઈવાડી, મણિનગર, વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બફારાની સ્થિતિ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

82 તાલુકામાં વરસાદ

18 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 82 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં તાપીના ઉકાઈ અને વલસાડના નાનાપોંઢામાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડના કપરાડા, ધરમપુર, ભરૂચના અંકલેશ્વર, નવસારીના ખેરગામ, સુરતના માંગરોળ, નર્મદાના દેડિયાપાડા, ડાંગ સહિત 80 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વર્તાઈ રહી છે.

image.png
image.png
image.png
image.png
image.png

6 દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી 24 જુલાઈ સુધી ગાજવીજ સાથે અનેક છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ અને ભારે વરસાદ થઈ શકે છે.

image.png
image.png
image.png
image.png
image.png
image.png