કર્ણાવતી એક્સપ્રેસ સહિત ઘણી ટ્રેનો મોડી પડશે, 6 ટ્રેનોના ટાઈમ બદલાયા, શું છે કારણ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Virar-Dahanu Road Train Rescheduling: વિરાર–દહાણુ રોડ વચ્ચે ચાલી રહેલા રેલવે ક્વોડ્રોપલીંગ પ્રોજેક્ટ અંતર્ગત વીએનજી EI કમિશનિંગની કામગીરીને કારણે 11મી ઓક્ટોબર 2026ના રોજ અનેક ટ્રેનોના સંચાલનને અસર થશે. આ કામગીરીને પગલે કેટલીક ટ્રેનોના પ્રારંભિક (શરૂ થવાના) અને અંતિમ સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે છ ટ્રેનોને 30 મિનિટથી લઈને 1 કલાક 45 મિનિટ સુધી મોડી દોડાવવામાં આવશે. આ ઉપરાંત કેટલીક ટ્રેનો 30થી 40 મિનિટ મોડી દોડવાની શક્યતા છે.
રેલવેની માહિતી મુજબ, ટ્રેન નંબર 19417 બોરીવલી–વટવા ટ્રેન વાપીથી શરૂ થશે. જ્યારે ટ્રેન નંબર 19001 વિરાર–સુરત વલસાડથી શરૂ થશે. બીજી તરફ, ટ્રેન નંબર 19002 સુરત–વિરાર દહાણુ રોડ સુધી જ દોડશે. આ ફેરફારને કારણે સંબંધિત સ્ટેશનો પરથી મુસાફરી કરતા પેસેન્જરોએ પોતાની મુસાફરીનું આયોજન અગાઉથી કરવા અપીલ કરવામાં આવી છે.
આ 6 ટ્રેનો મોડી ઉપડશે
•12925 બાંદ્રા ટર્મિનસ–અમૃતસર : 1 કલાક 30 મિનિટ
•12216 બાંદ્રા ટર્મિનસ–દિલ્હી સરાઈ રોહિલા: 1 કલાક 45 મિનિટ
•14708 દાદર–હનુમાનગઢ: 30 મિનિટ
•12480 બાંદ્રા ટર્મિનસ–જોધપુર: 1 કલાક
•19217 બાંદ્રા ટર્મિનસ–વેરાવળ: 30 મિનિટ
•12933 બાંદ્રા ટર્મિનસ–વડોદરા: 30 મિનિટ
અન્ય ટ્રેનોને પણ અસર થવાની શક્યતા
રેલવેની આ ટેક્નિકલ કામગીરીને કારણે અન્ય કેટલીક ટ્રેનો 30થી 40 મિનિટ મોડી દોડશે. જ્યારે કેટલીક ટ્રેનોને 30 મિનિટથી લઈને અઢી કલાક સુધી રોકી રાખવામાં આવી શકે છે. આ ઉપરાંત 10થી 15 મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં અન્ય ટ્રેનોની અસરને કારણે 15થી 20 મિનિટનો વિલંબ થવાની શક્યતા છે




