Ahmedabad

અમદાવાદ ઍરપૉર્ટ પર ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરો રઝળ્યા, સ્ટાર એર, ઇન્ડિગો અને અકાસા એરની સેવાઓ ખોરવાઈ

By GS Team
14 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદ ઍરપૉર્ટ પર આજે 14મી સપ્ટેમ્બરે સ્ટાર એર, ઇન્ડિગો અને અકાસા એરની દીવ તથા કોલકાતા રૂટની ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા. સ્ટાર એરની દીવ થઈ ગોવા જતી S5 424 ફ્લાઇટ રદ થતાં મુસાફરોએ વૈકલ્પિક વ્યવસ્થા અને યોગ્ય જવાબ ન મળતા ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ટેકનિકલ કારણોસર ફ્લાઇટ્સ રદ થતાં અનેક યાત્રીઓ અટવાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ ઍરપૉર્ટ પર ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરો રઝળ્યા, સ્ટાર એર, ઇન્ડિગો અને અકાસા એરની સેવાઓ ખોરવાઈ

Ahmedabad Airport Flight Cancellation: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર આજે (14મી સપ્ટેમ્બર) વિવિધ એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા. સ્ટાર એર અને ઇન્ડિગોની દીવ રૂટની ફ્લાઇટ્સ તેમજ અકાસા એરની કોલકાતા જતી-આવતી ફ્લાઇટ રદ રહેતાં ઍરપૉર્ટ પર મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સ્ટાર એરના સ્ટાફ સામે મુસાફરોનો આક્રોશ

અમદાવાદથી દીવ થઈ ગોવા જતી સ્ટાર એરની ફ્લાઇટ S5 424 અચાનક રદ કરવામાં આવતાં મુસાફરો અટવાઈ પડ્યા હતા. મુસાફરોના જણાવ્યા અનુસાર, તેઓએ એરલાઇનના સિનિયર અધિકારીઓ સમક્ષ વૈકલ્પિક વ્યવસ્થા માટે રજૂઆત કરી હતી, પરંતુ સ્ટાફ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. સ્પષ્ટ માહિતી અને મદદના અભાવે મુસાફરો લાચાર બની માનસિક ત્રાસ ભોગવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

દીવ અને કોલકાતા સેક્ટરની ફ્લાઇટ્સ પણ પ્રભાવિત

માત્ર સ્ટાર એર જ નહીં, પરંતુ અન્ય એરલાઇન્સના મુસાફરોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે:
•સ્ટાર એર: સવારે અમદાવાદથી દીવ જતી અને સાંજે પરત ફરતી બંને ફ્લાઇટ્સ રદ રહી હતી.
•ઇન્ડિગો: ઇન્ડિગો એરલાઇન્સની પણ અમદાવાદ-દીવ વચ્ચેની આવતી અને જતી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
•અકાસા એર: અકાસા એરલાઇનની અમદાવાદથી કોલકાતા જતી અને ત્યાંથી પરત આવતી ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.