Ahmedabad

અમદાવાદના જાણીતા કેન્સર નિષ્ણાત અને પદ્મશ્રી ઍવૉર્ડ વિજેતા ડૉ. પંકજ એમ. શાહનું નિધન

By GS Team
2 Jul 20261 min read
TukuTouch Logo
દેશના જાણીતા મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને પદ્મશ્રી ડૉ. પંકજ એમ. શાહનું નિધન થયું છે. 50 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ડૉ. શાહ ગુજરાત કેન્સર સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ હતા. અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં તેઓ ઓન્કોલોજિસ્ટ તરીકે સેવા આપતા હતા. તબીબી ક્ષેત્રે યોગદાન બદલ તેમને 2018માં પદ્મશ્રી અને 2005માં ડૉ. બી.સી. રોય ઍવૉર્ડ મળ્યો હતો. તેમના નિધનથી તબીબી જગતને મોટી ખોટ પડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના જાણીતા કેન્સર નિષ્ણાત અને પદ્મશ્રી ઍવૉર્ડ વિજેતા ડૉ. પંકજ એમ. શાહનું નિધન
ફાઇલ તસવીર

Padma Shri Dr Pankaj M Shah Oncologist Passed Away: તબીબી ક્ષેત્રે 50 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવતા દેશના જાણીતા મેડિકલ ઓન્કોલોજિસ્ટ (કેન્સર નિષ્ણાત) અને હેમેટોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. પંકજ એમ. શાહનું નિધન થયું છે. તેઓ ગુજરાત કેન્સર સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા હતા. આ ઉપરાંત, તેઓ અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલ ખાતે ઓન્કોલોજિસ્ટ તરીકે કાર્યરત હતા અને ગુજરાત કેન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(GCRI) ખાતે મેડિકલ ઓન્કોલોજીના પ્રોફેસર એમિરિટસ તરીકે જોડાયેલા હતા.

વર્ષ 2018માં મળ્યો હતો પદ્મશ્રી

તબીબી જગતમાં તેમના અમૂલ્ય પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા વર્ષ 2018માં તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મશ્રી'થી નવાજવામાં આવ્યા હતા. તબીબી સેવાઓ અને ચિકિત્સા ક્ષેત્રે તેમણે આપેલા અભૂતપૂર્વ યોગદાન બદલ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર તેમને એનાયત કરાયો હતો.

image.png

ડૉ. પંકજ શાહને તેમના કાર્યકાળ દરમિયાન અનેક ઉચ્ચ સ્તરીય પુરસ્કારો મળ્યા હતા. જેમાં વર્ષ 2005માં ભારતનો સર્વોચ્ચ તબીબી પુરસ્કાર 'ડૉ. બી.સી. રોય ઍવૉર્ડ' સામેલ છે. આ સિવાય તેમને વર્ષ 2002માં 'મદન મોહન રમણલાલ GCRI લ્યુમિનરી ઓરેશન ઍવૉર્ડ' અને વર્ષ 2007માં રૂબી હોલ દ્વારા 'એક્સલન્સ ઇન ઓન્કોલોજી ઍવૉર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી તબીબી જગતને એક મોટી ખોટ પડી છે.