અમદાવાદ: રિક્ષા હડતાળ વચ્ચે મેટ્રોમાં રેકોર્ડબ્રેક ધસારો, 7 સપ્ટેમ્બરે 2.24 લાખથી વધુ મુસાફરોએ કરી સવારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Metro Record Passenger: અમદાવાદ શહેરમાં રિક્ષા હડતાળની અસર વચ્ચે મુસાફરો માટે મેટ્રો સૌથી મોટો વિકલ્પ બની રહ્યો છે. મુસાફરોના વધતા ધસારાને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(GMRCL) દ્વારા સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન બંને રૂટ પર વધારાની મેટ્રો ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન 7 સપ્ટેમ્બરે મેટ્રોમાં 2,24,725 પેસેન્જર જર્ની નોંધાઈ હતી, જે ઉપલબ્ધ આંકડા મુજબ અત્યાર સુધીની સૌથી વધુ દૈનિક મુસાફરી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ શહેરમાં રિક્ષા હડતાળ વચ્ચે મેટ્રોમાં પેસેન્જરોનો રેકોર્ડ ધસારો
અગાઉ 24 ઓગસ્ટે સોમવારે 1,97,944 અને 31 ઓગસ્ટે 1,85,137 પેસેન્જર જર્ની નોંધાઈ હતી. તેની સરખામણીમાં 7 સપ્ટેમ્બરની મુસાફરીમાં 24 ઓગસ્ટની સરખામણીએ 26,781 પેસેન્જર જર્ની એટલે કે 13.5 ટકાનો વધારો થયો છે.
રિક્ષા હડતાળ વચ્ચે 8 સપ્ટેમ્બરે પણ 2 લાખથી વધુ મુસાફરો
રિક્ષા હડતાળની અસર 8 સપ્ટેમ્બરે પણ મેટ્રોના પેસેન્જર ટ્રાફિકમાં જોવા મળી હતી. મંગળવારે 2,01,796 પેસેન્જર જર્ની નોંધાઈ હતી. એટલે કે સતત બીજા દિવસે મેટ્રોમાં બે લાખથી વધુ પેસેન્જર જર્ની નોંધાઈ.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મુસાફરોની સુવિધા અને પીક અવર્સમાં વધતા ધસારાને પહોંચી વળવા સવાર અને સાંજના પીક સમયમાં વધારાની ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જેના કારણે ઓફિસ, ધંધા-રોજગાર તથા અન્ય કામ માટે શહેરમાં અવરજવર કરતા લોકોને મેટ્રોનો વિકલ્પ મળી રહ્યો છે.
સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં 11.35 લાખ પેસેન્જર જર્ની
1થી 8 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ મેટ્રોમાં કુલ 13,3ઉ,586 પેસેન્જર જર્ની નોંધાઈ હતી. આ સમયગાળા દરમિયાન 7 સપ્ટેમ્બરનો આંકડો સૌથી વધુ રહ્યો હતો, જ્યારે 4 સપ્ટેમ્બરે સૌથી ઓછા 1,17,710 પેસેન્જર જર્ની નોંધાયા હતા.
મેટ્રોમાં મુસાફરી કરનાર પેસેન્જરોની સંખ્યા
તારીખ | પેસેન્જર જર્ની |
1 સપ્ટેમ્બર | 1,79,687 |
2 સપ્ટેમ્બર | 1,73,803 |
3 સપ્ટેમ્બર | 1,79,051 |
4 સપ્ટેમ્બર | 1,17,710 |
5 સપ્ટેમ્બર | 1,39,188 |
6 સપ્ટેમ્બર | 1,21,626 |
7 સપ્ટેમ્બર | 2,24,725 |
8 સપ્ટેમ્બર | 2,01,796 |
7 સપ્ટેમ્બરે નોંધાયેલી 2.24 લાખથી વધુ પેસેન્જર જર્ની અત્યાર સુધીના ઉપલબ્ધ આંકડામાં સૌથી ઊંચી છે. અગાઉના બે સોમવારની સરખામણીમાં પણ આ દિવસે મેટ્રો મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો.




