11 જિલ્લાના 30 તાલુકાઓ પર મેઘરાજા મહેરબાન, જાણો સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ભારે મહેરબાન થઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે. રાજ્યના કુલ 11 જિલ્લાઓ હેઠળ આવતા 30 જેટલા તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સૌથી વધુ ઉકાઈમાં, ત્યારબાદ ઉમરપાડામાં અને તેના પછી ત્રણ જિલ્લામાં સાડા પાંચ અને ત્રણ જિલ્લામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
સૌથી વધુ વરસાદ ધરાવતા મુખ્ય તાલુકાઓ
હવામાન વિભાગના ડેટા મુજબ, તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં સૌથી વધુ 300 mm એટલે કે 11.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 8.35 ઈંચ અને ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 5.71 ઈંચ વરસાદ નોંધાયો છે.


આ સિવાય અન્ય તાલુકાઓનું વરસાદી આંકડા
•વઘઈ: 5.67 ઈંચ
•સોનગઢ: 5.51 ઈંચ
•ચોર્યાસી: 4.41 ઈંચ
•ડાંગ-આહવા: 4.37 ઈંચ
•દેડિયાપાડા: 4.25 ઈંચ
•ઉચ્છલ: 3.98 ઈંચ

અન્ય વિસ્તારોમાં વરસાદની સ્થિતિ
રાજ્યના અન્ય વિસ્તારો જેવા કે ભરૂચ, નર્મદા, નવસારી, ભાવનગર, ખેડા, આણંદ અને પંચમહાલ જિલ્લાઓમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું છે.
•ચીખડા: 3.46 ઈંચ
•અંકલેશ્વર: 3.35 ઈંચ
•ઘોઘા: 3.23 ઈંચ
•તિલકવાડા: 3.19 ઈંચ
•ભરૂચ: 2.87 ઈંચ
•વાંસદા: 2.80 ઈંચ
•સાગબારા: 2.76 ઈંચ
•સુરત સિટી અને માંગરોળ: 2.72 ઈંચ
•વ્યારા અને વાલિયા: 2.64 ઈંચ
•નડિયાદ અને નાંદોદ: 2.48 ઈંચ
•આણંદ: 2.36 ઈંચ
•બારડોલી: 2.24 ઈંચ
•ઝઘડિયા: 2.20 ઈંચ
•નેત્રંગ: 2.13 ઈંચ
•મોરવા હડફ: 2.05 ઈંચ
•વાલોડ: 2.01 ઈંચ




