અમદાવાદ: ખાટલામાં સૂતેલી સગીરા પર બળજબરીથી જાતીય હુમલો કરનાર આરોપી દોષિત, પોક્સો કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad POCSO Court Verdict: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મોડી રાત્રે ઘર આંગણે ખાટલામાં સૂતેલી 10 વર્ષીય સગીરા સાથે બળજબરી પૂર્વક જાતીય હુમલો કરનાર 32 વર્ષીય આરોપી અમીત વણઝારાને પોકસો કોર્ટેના ખાસ જજ એન.એચ.વસવેલિયાએ ગુનેગાર ઠેરવી 20 વર્ષની સજા ફટકારવાનો આદેશ કર્યો છે.
કોર્ટે શું કહ્યું?
કોર્ટે આરોપીને સજા ફટકારતા ચૂકાદામાં અવલોકન કર્યું હતું કે, 32 વર્ષીય આરોપીના કૃત્યને હળવાશથી લઈ શકાય નહીં. સમાજમાં દાખલો બેસે માટે આરોપીને સજા ફટકારવી ન્યાયના હિતમાં છે.
આ પણ વાંચો: અમદાવાદ: છેડતી અને મોટેથી મ્યુઝિક વગાડવાના વિવાદમાં યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ
શું હતી સમગ્ર ઘટના?
મેઘાણીનગરમાં 10 વર્ષની સગીરા 2 જૂન 2024ના રોજ રાત્રે ઘરની બહાર ખાટલામાં સૂતી હતી ત્યારે સામેની ચાલીમાં રહેતા આરોપી અમિત વણઝારાએ સગીરાના ખાટલા પર આવીને તેની પર જાતીય હુમલો કર્યો હતો અને ગુપ્ત ભાગે અડપલા કરી ગંભીર જાતીય સતામણી કરી હતી. ગભરાય ગયેલી સગીરાએ આરોપીએ કરેલા કૃત્યની વાત છુપાવી હતી. સગીરાને પીડા ઉપડતા રડી રહી હતી આથી તેની માતાએ પૂછતા સમગ્ર ઘટના અંગેની જાણ કરી હતી. સમગ્ર મામલે સગીરાની માતાએ 4 જૂન 2024ના રોજ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આરોપી અમિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ ચાલી જતાં સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ 14 સાક્ષી અને 9 દસ્તાવેજી પુરાવા તપાસી આરોપી સામેનો કેસ પુરવાર કર્યો હતો. બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ પોકસો કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારવાનો આદેશ કર્યો હતો.









