અમદાવાદના નરોડા GIDCમાં કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે ધસી આવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Naroda GIDC Fire: અમદાવાદ શહેરના નરોડા જીઆઈડીસી (GIDC) ફેસ-3 વિસ્તારમાં આવેલી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. પ્લોટ નંબર 28 સ્થિત કંપનીમાં આગ લાગતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ફાયર વિભાગની 7થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
મળતી માહિતી મુજબ, નરોડા GIDC ફેસ-3ના પ્લોટ નંબર 28 પર આવેલી ફેક્ટરીમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી હતી. ઘટનાને પગલે આસપાસની ફેક્ટરીના કર્મચારીઓ તેમજ સ્થાનિકોમાં ભારે ચિંતા અને દોડધામ મચી ગઈ હતી. બનાવ અંગેની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ 7થી વધુ ફાયર ફાઇટરો અને ગાડીઓ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
સદનસીબે આ ભયાનક આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે બુઝાવ્યા બાદ જ નુકસાનીનો સાચો અંદાજ અને આગ લાગવાનું સચોટ કારણ સ્પષ્ટ થઈ શકશે.




