Ahmedabad

અમદાવાદમાં જેઠાણીના પ્રેમીની ગંદી હરકત: દેરાણી-નણંદના અશ્લીલ ફોટો અને રીલ્સ વાઈરલ કરી

By GS Team
23 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના મણિનગર વિસ્તારમાં મહિલાની બદનામીનો કિસ્સો સામે આવ્યો છે. જેઠાણીના પ્રેમી લખન પ્રજાપતિએ દેરાણીના અશ્લીલ ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. 19 ઓગસ્ટે પતિએ મોબાઈલ ચેક કરતા આ હરકત સામે આવી. લખન ઇન્સ્ટાગ્રામ પર આપત્તિજનક રીલ્સ પણ બનાવતો હતો. પરિવારે તપાસ કરતા લખનનું નામ ખુલ્યું. પીડિતાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં જેઠાણીના પ્રેમીની ગંદી હરકત: દેરાણી-નણંદના અશ્લીલ ફોટો અને રીલ્સ વાઈરલ કરી

Ahmedabad Crime News: અમદાવાદના મણિનગર વિસ્તારમાં સોશિયલ મીડિયા દ્વારા મહિલાની બદનામી કરવાનો એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં એક મહિલાની જેઠાણીના પ્રેમીએ જ દેરાણીના કોઈ અજાણ્યા શખસ સાથેના અશ્લિલ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધા હતા. એટલું જ નહીં આ શખસે ઈન્સ્ટાગ્રામ પર પણ આપત્તિજનક રીલ્સ બનાવીને અપલોડ કરી દેતા, ભોગ બનનાર મહિલાએ મણિનગર પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા છે.

જાણો શું છે મામલો

આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે ગત 19મી ઓગસ્ટની સાંજે મહિલાના પતિએ અચાનક પત્નીનો મોબાઈલ ચેક કર્યો હતો. પતિના હાથમાં મોબાઈલ આવતા તેણે જોયું કે કોઈ અજાણ્યા નંબર પરથી તેની પત્નીના અન્ય શખસ સાથેના બીભત્સ ફોટા વોટ્સએપ પર મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, બદનામ કરવાના ઈરાદે ઈન્સ્ટાગ્રામ પર પણ આ જ પ્રકારની અશ્લિલ રીલ્સ શેર કરવામાં આવી હતી. વધુમાં, આ શખસે મહિલાની નણંદના ફોટાનો પણ દુરૂપયોગ કરીને તેની પણ આપત્તિજનક રીલ અપલોડ કરી હોવાનું સામે આવ્યું હતું.

આ પ્રકારની કરતૂત બાદ પરિવારે પોતાની રીતે તપાસ શરૂ કરતા મોટો ખુલાસો થયો હતો. તપાસમાં બહાર આવ્યું કે આ કૃત્ય બીજું કોઈ નહીં પરંતુ જેઠાણી જેની સાથે ભાગી ગઈ હતી તે તેનો પ્રેમી લખન પ્રજાપતિ જ કરી રહ્યો છે. આરોપી લખન દ્વારા અવારનવાર આવી રીલ અપલોડ કરીને પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી, અંતે પીડિતાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં લખન પ્રજાપતિ સામે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.