અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી લવાયેલો ₹1.90 કરોડનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, દંપતીની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Airport Cannabis Seizure: અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેંગકોકથી ગેરકાયદે રીતે લાવવામાં આવેલો અંદાજે 1.9 કરોડ રૂપિયાની કિંમતનો 1.928 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરીને આ કેસમાં કસ્ટમ્સ અધિકારીઓએ દંપતીની ધરપકડ કરી છે.
બેગમાંથી વેક્યુમ-સીલ કરેલા ગાંજાના 10 પેકેટ મળ્યા
મળતી માહિતી અનુસાર, બેંગકોકથી અમદાવાદ આવેલી થાઈ એરવેઝની ફ્લાઇટ (TG-343)ના મુસાફરોનું પેસેન્જર પ્રોફાઇલિંગ અને એક્સ-રે સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન એઆઈયુના અધિકારીઓએ બે મુસાફરોને અટકાવ્યા હતા. તેના સામાનની તપાસ દરમિયાન ટ્રોલી બેગમાંથી વેક્યુમ-સીલ કરેલા 10 પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટોની તપાસ કરતા તેમાંથી 1,928 ગ્રામ ઉચ્ચ ગુણવત્તા ધરાવતો હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. આ જથ્થાની ગેરકાયદે બજારમાં અંદાજિત કિંમત 1.9 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
કસ્ટમ્સ વિભાગે આ નશાકારક પદાર્થનો જથ્થો 'નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ' (NDPS) એક્ટ, 1985 હેઠળ જપ્ત કર્યો છે. સંક્રમિત માલસામાનના મૂળ સ્રોત અને આ કથિત દાણચોરીના નેટવર્કમાં સામેલ અન્ય લોકોની ઓળખ કરવા માટે કસ્ટમ્સ વિભાગે આગળની કાયદાકીય તપાસ શરુ કરી છે.




