Ahmedabad

માનવતા શર્મસાર : વટવામાં 1 લાખ પાછા લેવા ધર્મની બહેને ભાઈની નવજાત બાળકી વેચી મારી

By GS Team
6 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વટવામાં બાળ તસ્કરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધર્મની બહેને ભાઈ પાસેથી લીધેલા 1 લાખ પરત લેવા નવજાત બાળકીને વેચી દીધી હતી. તેણે નડિયાદના નિ:સંતાન દંપતીને 1.5 લાખમાં બાળકીનો સોદો કર્યો હતો. જોકે, પોલીસ ફરિયાદના ડરથી બાળકી પરત આપી દેવાઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માનવતા શર્મસાર : વટવામાં 1 લાખ પાછા લેવા ધર્મની બહેને ભાઈની નવજાત બાળકી વેચી મારી

Ahmedabad Vatva Child Trafficking Case: અમદાવાદના વટવામાં બાળ તસ્કરીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઉછીના આપેલા એક લાખ પરત લેવા ધર્મની બહેને ભાઈની નવજાત બાળકીને વેચી દીધી હતી. જેમાં ભાઈએ બહેન પાસે રિક્ષા લેવા રૂપિયા ઉછીના લીધા હતા. રમાડવાના બહાને લઈ ગયા પછી બહેને રૂપિયા પરત આપો તો જ બાળકી પાછી આપવાનું કહીને કૃત્ય આચર્યું હતું. જો કે, પોલીસ ફરિયાદના ડરથી બાળકી પરત આપી દીધી હતી. પોલીસ તપાસમાં નડિયાદમાં નિ:સંતાન દંપતિને દોઢ લાખમાં બાળકીનો સોદો કર્યો હોવાનું બહાર આવ્યું છે.

જાણો શું છે સમગ્ર મામલો

વટવામાં રહેતા 19 વર્ષીય રાધાબહેન ચારણે હાથીજણ પંચરત્ન ફ્લેટમાં રહેતા જાગૃતિબહેન સુથાર સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે અગાઉ ફરિયાદી બહેન આરોપી મહિલાના પડોશમાં રહેતા હતા અને તેમના પતિએ આરોપી મહિલાને ધર્મની બહેન બનાવી હતી. ચાર મહિના પહેલા ફરિયાદી મહિલાના પતિને રિક્ષા લાવવા આરોપી મહિલા પાસેથી એક લાખ ઉછીના લીધા હતા. ત્યારબાદ દંપતિ વટવા રહેવા આવી ગયું હતું.

ફરિયાદી મહિલાએ 3-6-2026ના રોજ બાળકીને જન્મ આપ્યો હતો. બીજીતરફ આરોપી મહિલા અવાર નવાર રૂપિયાની ઉઘરાણી કરતા હતા. જો કે રૂપિયા ન હોવાથી વાયદા કરતા હતા. દીકરીના જન્મના 20 દિવસ પછી આરોપી મહિલાએ દીકરી બાળકી લેવા માંગું છું કહીને મારે તમારી પાસે એક લાખ લેવાના છે તે સિવાય બીજા એક લાખ આપીશ અને બાળકી સારા ઘરમાં જશે તેવી લાલચ વાત કરી હતી.

10 દિવસ પહેલા આરોપી મહિલા બાળકીને રમાડવા લઈ જાવ છું સાંજે લઈ જજો. જો કે દંપતિ તેમના ઘરે ગયું ત્યારે આરોપી મહિલાએ બાળકી વેચી દીધી છે અને તમને આપેલા ઉછીના લાખ રૂપિયા પાછા આપો તો જ બાળકી આપવાનું કહ્યું હતું. ફરિયાદી મહિલાએ પોલીસનો સંપર્ક કરતા બાળકી પરત આપી દીધી હતી.