Ahmedabad

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું ભાડું કેટલું હશે? જાણો ફ્લાઈટ ટિકિટની તુલનાએ કેટલો ફેર પડશે

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો આગામી વર્ષે સુરતથી બીલીમોરા વચ્ચે શરૂ થશે. 508 કિલોમીટરના અંતર માટે ઇકોનોમી ક્લાસનું ભાડું આશરે 3000 રૂપિયા અને બિઝનેસ ક્લાસનું 4000-4500 રૂપિયા રહેવાની શક્યતા છે. રેલવે મંત્રાલય દ્વારા સામાન્ય જનતાને પરવડે તે રીતે ભાડું નક્કી કરાશે, જે ફ્લાઇટ કરતાં સસ્તું અને દુરોન્તો એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ AC ભાડા કરતાં દોઢ ગણું હોઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું ભાડું કેટલું હશે? જાણો ફ્લાઈટ ટિકિટની તુલનાએ કેટલો ફેર પડશે

Ahmedabad-Mumbai Bullet Train Fare: દેશની પ્રથમ બુલેટ ટ્રેન એટલે કે મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોરના પ્રારંભની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો આગામી વર્ષે સુરતથી બીલીમોરા વચ્ચે શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે મુસાફરોમાં તેના ભાડાને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રેલવે મંત્રાલય અને નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL) દ્વારા બુલેટ ટ્રેનના ભાડાના માળખા પર સઘન કામગીરી ચાલી રહી છે.

કેટલો થઈ શકે છે ટિકિટનો ખર્ચ?

મુંબઈથી અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટરના અંતર માટે પ્રાથમિક અંદાજ ઇકોનોમી ક્લાસનું અંદાજિત ભાડું લગભગ 3000 રૂપિયા આસપાસ રહેવાની શક્યતા છે. બિઝનેસ ક્લાસ કોચનું અંદાજિત ભાડું 4000થી 4500 રૂપિયા સુધીનું હોઈ શકે છે. જોકે, પ્રોજેક્ટ પાછળ થયેલા ખર્ચમાં વધારાને ધ્યાનમાં લેતા, ભવિષ્યમાં ટિકિટના ભાવ 6000થી 7000 રૂપિયા સુધી પણ પહોંચી શકે તેવો એક અંદાજ છે.

સામાન્ય ટ્રેન અને ફ્લાઈટના ભાડા સાથે સરખામણી

બુલેટ ટ્રેનનું ભાડું મધ્યમ વર્ગને પરવડે તે રીતે નક્કી કરવા માટે સરકાર કટિબદ્ધ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ સ્પષ્ટતા કરી છે કે આ ટ્રેનનું ભાડું સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને જ આખરી કરવામાં આવશે.

NHSRCLના ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) મુજબ, બુલેટ ટ્રેનનું ભાડું મુંબઈ-અમદાવાદ દુરંતો એક્સપ્રેસના ફર્સ્ટ-ક્લાસ એસી ભાડા (હાલના સંદર્ભમાં આશરે 2250 રૂપિયા) કરતાં દોઢ ગણું એટલે કે અંદાજે 3300 રૂપિયા રાખવાનો પ્રસ્તાવ છે. સામાન્ય રીતે અમદાવાદ-મુંબઈ ફ્લાઇટની ટિકિટનો ખર્ચ 4000થી 5000 રૂપિયા વચ્ચે રહેતો હોય છે, જેની સરખામણીએ બુલેટ ટ્રેનની મુસાફરી આર્થિક રીતે વધુ પરવડે તેવી સાબિત થશે.

મુસાફરીના સમયની સરખામણી

•ઝડપી બુલેટ ટ્રેન મુસાફરીનો સમય: 1 કલાક 58 મિનિટથી 2 કલાક 7 મિનિટ
•બધા સ્ટેશનો પર સ્ટોપેજ: 2 કલાક 58 મિનિટ
•સુપરફાસ્ટ, વંદે ભારત ટ્રેન: 5.5થી 7 કલાક
•કાર અથવા બસ દ્વારા: 8 થી 9 કલાક
•ફ્લાઇટ: 1 કલાક (પ્રવેશ, ચેકિંગ અને બોર્ડિંગ સહિત 4-5 કલાક)
•બુલેટ ટ્રેનની મહત્તમ ડિઝાઇન ગતિ: 350 કિ.મી./કલાક
•ઓપરેટિંગ ગતિ: 320 કિ.મી./કલાક

અહેવાલો અનુસાર, રાજધાની જેવી સુપરફાસ્ટ ટ્રેનોમાં ફર્સ્ટ એસી કોચનું ભાડું લગભગ 2,200 રૂપિયા છે, જ્યારે ફ્લાઇટ ટિકિટનો ખર્ચ સામાન્ય રીતે 4,000થી 5,000 રૂપિયાની વચ્ચે હોય છે. બુલેટ ટ્રેનનું ભાડું હવાઈ મુસાફરી કરતા સસ્તું અને નિયમિત ટ્રેનો કરતા થોડું મોંઘું હોઈ શકે છે. જોકે, મુંબઈથી અમદાવાદનો મુસાફરીનો સમય 6-7 કલાકથી ઘટાડીને 2-2.5 કલાક કરવામાં આવશે.