Ahmedabad

અમદાવાદમાં ભારે વરસાદથી ફ્લાઇટ ઓપરેશન ખોરવાયું, ઇન્ડિગોની ફ્લાઇટ ઇંદોર ડાયવર્ટ

By GS Team
18 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં 18મી સપ્ટેમ્બરે ભારે વરસાદને કારણે એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટી સર્જાઈ હતી. કોલકાતાથી આવતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 245ને ઇંદોર ડાયવર્ટ કરાઈ હતી. અમદાવાદમાં લેન્ડિંગની મંજૂરી ન મળતા, ફ્લાઇટ 2 કલાક બાદ ઇંદોરથી પરત આવી. અન્ય ફ્લાઇટ્સ પણ 30 મિનિટથી 1 કલાક સુધી મોડી પડી, જેથી મુસાફરોને હાલાકી ભોગવવી પડી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ભારે વરસાદથી ફ્લાઇટ ઓપરેશન ખોરવાયું, ઇન્ડિગોની ફ્લાઇટ ઇંદોર ડાયવર્ટ

Ahmedabad Airport Flight Diverted: અમદાવાદમાં શુક્રવારે (18મી સપ્ટેમ્બર) સવારે પડેલા ભારે વરસાદની અસર એર ટ્રાફિક પર પણ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે અમદાવાદ એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટી જતાં કોલકાતાથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 245ને ઇંદોર ડાયવર્ટ કરવામાં આવી હતી.

ફ્લાઇટને અમદાવાદમાં લેન્ડિંગની મંજૂરી મળી નહીં

સવારે હવામાનની સ્થિતિ અનુકૂળ ન હોવાથી ફ્લાઇટને અમદાવાદમાં લેન્ડિંગની મંજૂરી મળી શકી ન હતી. પરિણામે ફ્લાઇટને ઇંદોર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. જોકે, બપોરના સમયે અમદાવાદમાં વરસાદની તીવ્રતા ઘટી અને વિઝિબિલિટી ક્લિયર થતાં ફ્લાઇટ લગભગ 2 કલાક બાદ ઇંદોરથી અમદાવાદ પરત આવી હતી.

અન્ય ફ્લાઇટ્સ પણ મોડી પડી

ભારે વરસાદ અને હવામાનની અસરને કારણે અમદાવાદ એરપોર્ટ પર અન્ય કેટલીક ફ્લાઇટ્સના સંચાલન પર પણ અસર પડી હતી. જેમાં એરપોર્ટ પર આવતી જતી કેટલીક ફ્લાઇટ્સ 30 મિનિટથી લઈને એક કલાક સુધી મોડી પડી હતી.

વરસાદના કારણે એરપોર્ટ પર મુસાફરોને ફ્લાઇટના સમયપત્રકમાં ફેરફાર અને વિલંબનો સામનો કરવો પડ્યો હતો. હવામાનમાં સુધારો થતાં ફ્લાઇટ ઓપરેશન ધીમે ધીમે સામાન્ય બન્યું હતું.