VIDEO: અમદાવાદમાં વરસાદની રેલમછેલ, સૌથી વધુ સરખેજમાં ખાબક્યો, રસ્તા બેટમાં ફેરવાયા, સોસાયટીમાં પાણી ભરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rain Updates : ગઈકાલે રાતથી આજે વહેલી સવાર સુધી અમદાવાદમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને નોકરી ધંધે જતા લોકો પાણી ભરાવાને લીધે હેરાન થયા છે. સવારે 6થી 8 વાગ્યા સુધીના બે કલાકમાં શહેરમાં સરેરાશ 0.35 ઇંચ વરસાદ નોંધાયો છે. 5 જેટલા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. પરંતુ ધીમે ધીમે વરસાદ અને પાણીની સ્થિતિ સારી થતાં અંડરપાસ શરૂ કરાયા હતા.



અમદાવાદમાં 18 ટ્રાફિક જંકશન ઉપર પાણી ભરાયા હતા. તેમાંથી ફક્ત આઠ જંકશન ઉપર પાણીનો નિકાલ થયો છે. જ્યારે વરસાદ રોકાયાના ચાર કલાક થઈ ગયું છતાં હજી સુધી પાણીનો નિકાલ થયો નથી. આ સિવાય રોડ રસ્તા અને સોસાયટીઓમાં 235 જગ્યાએથી વરસાદી પાણી ભરાયાની ફરિયાદ મળી હતી તેમાંથી 70 જગ્યાએથી પાણીનો નિકાલ થઈ ગયાનો દાવો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. વરસાદ પડવાના કારણે 45 જગ્યાએ ઝાડ પડવાની ફરિયાદ કોર્પોરેશનમાં નોંધાયું છે તેમાંથી ત્રણ જગ્યાએ નિકાલ થઈ ગયો છે. બીજી જગ્યાએ કામગીરી ચાલુ હોવાનો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.

સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી અમદાવાદના આ 10 વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થયો
સરખેજ અર્બન હેલ્થ: 5.24 ઇંચ
બકરોલ: 4.41 ઇંચ
મક્તમપુરા: 4.25 ઇંચ
સરખેજ: 3.92 ઇંચ
કાલુપુર: 3.80 ઇંચ
ટાગોર કંટ્રોલ: 3.72 ઇંચ
લાંભા: 3.66 ઇંચ
મેમનગર: 3.52 ઇંચ
ચાંદલોડિયા: 3.33 ઇંચ
દૂધેશ્વર: 3.25 ઇંચ
કયા કયા અંડરપાસ બંધ કરાયા હતા
માહિતી અનુસાર પરિમલ અંડરપાસ, અખબારનગર, મીઠાખળી અને મકરબા અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા હતા. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 14 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. પાણી ઉતરતાં શાહીબાગ અંડરપાસ ફરી શરૂ કરાયાની માહિતી સામે આવી છે. જોકે હવે વરસાદ બંધ થતાં પાણી ઉતરતાં અંડરપાસ શરૂ કરાયા હતા.

આ દરમિયાન ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મેઘરાજાએ ભારે બેટિંગ કરી હતી. સવારના સમયગાળામાં જેમાં આ ઝોનમાં સરેરાશ 32.14 mm વરસાદ પડ્યો હતો. વિસ્તારોની વાત કરીએ તો ઓગણજમાં સૌથી વધુ 1.79 ઇંચ અને ગોતામાં 1.65 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ચાંદલોડિયામાં 1.34 ઇંચ, સાયન્સ સિટીમાં 1.28 ઇંચ, બોપલમાં 1.14 ઇંચ અને થલતેજમાં 1.10 ઇંચ વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ ઝોનમાં પણ સરેરાશ 8.71 mm વરસાદ નોંધાયો હતો, જેમાં નવરંગપુરા, રાણિપ અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.


ક્યાં ક્યાં વરસાદ?
હાલમાં બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા, ઘુમા સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેમાં જમાલપુર, કાકરીયા, મેમનગર, આસ્ટોડિયા, પાલડી, આશ્રમરોડ, જોધપુર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. બીજી બાજુ સરખેજ, મકરબા, નારોલ, વટવા જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે.


છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં સરેરાશ 22.91 mm વરસાદ નોંધાયો છે, જેમાં પૂર્વ ઝોનના વિરાટનગરમાં સૌથી વધુ 2.44 ઇંચ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનના બાકરોલમાં 2.09 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ ચાલુ સાલનો અમદાવાદ શહેરનો સિઝનનો કુલ વરસાદ 32.24 ઇંચ સુધી પહોંચી ગયો છે, જે છેલ્લા 5 વર્ષના સરેરાશ વરસાદના 89.56% જેટલો થાય છે. સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના તમામ દરવાજા હાલ બંધ રાખવામાં આવ્યા છે અને તેની સપાટી 136.25 ફૂટ પર જાળવી રાખવામાં આવી છે.
સવારે 6થી 8 વાગ્યા સુધીમાં અમદાવાદના આ 10 વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થયો
- ઓગણજ: 1.79 ઇંચ
- ગોટા: 1.65 ઇંચ
- ચાંદલોડિયા: 1.34 ઇંચ
- સાયન્સ સિટી: 1.28 ઇંચ
- બોપલ: 1.14 ઇંચ
- થલતેજ: 1.10 ઇંચ
- સરખેજ અર્બન હેલ્થ: 0.98 ઇંચ
- બોડકદેવ: 0.91 ઇંચ
- સરખેજ: 0.81 ઇંચ
- મેમનગર: 0.79 ઇંચ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં આ 10 વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થયો
- વિરાટનગર: 2.44 ઇંચ
- બાકરોલ: 2.09 ઇંચ
- નિકોલ: 1.87 ઇંચ
- મણિનગર: 1.87 ઇંચ
- રામોલ: 1.71 ઇંચ
- ઓઢવ: 1.46 ઇંચ
- કઠવાડા: 1.30 ઇંચ
- વાસણા: 1.30 ઇંચ
- હંસપુરા: 1.28 ઇંચ
- ટેગોર કંટ્રોલ: 1.24 ઇંચ
ઠેર ઠેર પાણી ભરાયાના દૃશ્યો
બીજી બાજુ ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાના દૃશ્યો સર્જાયા હતા. અમુક તો કંપનીઓની બસ બગડતાં નોકરિયાતો માટે મુસીબતની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદ વચ્ચે કંપની પહોંચે એ પહેલા જ તેઓ પલળી ગયા હતા. બીજી બાજુ સ્કૂલે જતા બાળકો પણ વર્ગમાં પહોંચે એ પહેલા જ પલડવાનો વારો આવ્યો હતો. ઘણા વાલીઓ સામે પણ મુશ્કેલીમાં મૂકાયા હતા.
અમદાવાદમાં ક્યાં કેવી સ્થિતિ?









