Ahmedabad

ગુજરાતના 250 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ ભાવનગરના વલ્લભીપુરમાં 6 ઇંચ ખાબક્યો, અમદાવાદ સહિત 21 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ

By GS Team
14 Sep 20261 min read
TukuTouch Logo
સોમવારે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ નોંધાયો. ભાવનગરના વલ્લભીપુરમાં સૌથી વધુ 5.91 ઇંચ, જ્યારે બોરસદમાં 5.51 ઇંચ વરસાદ પડ્યો. અમદાવાદ શહેરમાં 3.39 ઇંચ સહિત 21 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદ થતાં અનેક જગ્યાએ રસ્તા પર નદીઓ વહેતી થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના 250 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ ભાવનગરના વલ્લભીપુરમાં 6 ઇંચ ખાબક્યો, અમદાવાદ સહિત 21 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ

Gujarat Rainfall: સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. તેવામાં સોમવારે(14 સપ્ટેમ્બર) 12 કલાકમાં 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અમદાવાદ શહેર સહિત 21 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો.

ગુજરાતના 250 તાલુકામાં મેઘમહેર

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના આંકડા અનુસાર, 14 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 250 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ ભાવનગરના વલ્લભીપુરમાં 5.91 ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ ઉપરાંત આણંદના બોરસદમાં 5.51 ઇંચ, વડોદરાના કરજણમાં 4.17 ઇંચ, મહેસાણાના કડીમાં 4.17 ઇંચ, અને અમદાવાદના ધોળકામાં 4.13 ઇંચ વરસાદ ખાબક્યો છે.

અમદાવાદ સહિત 48 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ

તેમજ ભરૂચમાં 3.82 ઇંચ, ખેડાના નડિયાદમાં 3.78 ઇંચ, રાજકોટના કોટડા સાંગાણીમાં 3.74 ઇંચ, જામકંડોરણામાં 3.54 ઇંચ, અમદાવાદના દસક્રોઈમાં 3.50 ઇંચ, અમદાવાદ સિટીમાં 3.39 ઇંચ, સાણંદમાં 2.95 ઇંચ, બાવળામાં 2.28 ઇંચ સહિત કુલ 48 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જુઓ ક્યાં-કેટલો વરસાદ

image.png
image.png
image.png
image.png
image.png
image.png
image.png