Ahmedabad

ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર: PSI અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની 870 જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરી છે. 12000 ઉમેદવારોએ 23 ઑગસ્ટ, 2026ના રોજ આ પરીક્ષા આપી હતી. ઉમેદવારો 15 ઑક્ટોબર, 2026 સુધી OMR રીચેકિંગ માટે અરજી કરી શકશે. CCTV ચકાસણી બાદ દસ્તાવેજ ચકાસણી કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર: PSI અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર

Gujarat Police PSI Technical Operator Final Answer Key: રાજ્યમાં ટેકનિકલ કેડરમાં પોલીસ ભરતી માટેની 870 જગ્યાઓ માટે લેવાયેલી લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. PSI અને ટેકનિકલ ઓપરેટરની લેખિત પરીક્ષા 12000 ઉમેદવારોએ આપી હતી. લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરાઈ છે, ત્યારે OMR રીચેકિંગ માટે 15 ઑક્ટોબર 2026 સુધી ઉમેદવારો અરજી કરી શકાશે. હવે CCTV ચકાસણી પૂર્ણ થયા બાદ દસ્તાવેજ ચકાસણીની કાર્યવાહી હાથ ધરાશે.

image.png

PSI વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટરની ફાઇનલ આન્સર કી જાહેર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે(GPRB) વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-3 ટેકનિકલ કેડર સહિતની જાહેરાત ક્રમાંક GPRB/202526/2 PSI વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટરની 870 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી. જેની ગત 23 ઑગસ્ટ, 2026ના રોજ લેખિત પરીક્ષા લેવાઈ હતી. હવે આન્સર કી જાહેર કરવામાં આવી છે, ત્યારે ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://www.formonline.co.in/PRBWIR26GBST9/ પરથી પોતાનો રોલ નંબર, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ સહિતની વિગત ભરીને પોતાના માર્ક્સ ચકાસી શકશે.

કુલ 950 પોસ્ટ પર ભરતી

GPRBએ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ), ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક સહિતની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં વાયરલેસ વિભાગમાં કુલ 830 જગ્યાઓ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં કુલ 80 જગ્યાઓ મળીને કુલ 950 પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જેમાંથી જાહેરાત ક્રમાંક GPRB/202526/2ની આજે(8 ઑક્ટોબર) ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે.

image.png