Ahmedabad

અમદાવાદ: AMC કમિટીઓમાં સ્થાન મેળવવાની કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું, હાઇકોર્ટે AMC અને મેયર સામેની અરજી ફગાવી!

By GS Team
23 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં વિપક્ષી કોર્પોરેટરોને પ્રતિનિધિત્વ આપવાની કોંગ્રેસના કોર્પોરેટર મોહમ્મદ ઇલ્યાસખાન પઠાણની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે નોંધ્યું કે કાયદામાં વિપક્ષને કમિટીમાં સ્થાન આપવું ફરજિયાત નથી. આ ચુકાદાથી વિપક્ષને કમિટીઓમાં સ્થાન મેળવવાની આશાને ફટકો પડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: AMC કમિટીઓમાં સ્થાન મેળવવાની કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું, હાઇકોર્ટે AMC અને મેયર સામેની અરજી ફગાવી!

Gujarat High Court On Congress Corporators Petition: વિવિધ મ્યુનિસિપલ કમિટીઓમાં પદ મેળવવાની રાહ જોઈ રહેલા વિપક્ષી કોર્પોરેટરો માટે ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો મહત્ત્વનો સાબિત થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની વિવિધ કમિટીઓમાં વિપક્ષી કોર્પોરેટરોને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માગ સાથે કોંગ્રેસના કોર્પોરેટર મોહમ્મદ ઇલ્યાસખાન પઠાણ દ્વારા કરવામાં આવેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ મેયર હિતેશ બારોટ સામે આ અરજી કરી હતી.

અમદાવાદ મેયર-AMC સામેની કોંગ્રેસ કોર્પોરેટરની અરજી હાઇકોર્ટે ફગાવી

અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, AMCમાં કુલ 192 કોર્પોરેટરો પૈકી 160 સત્તાપક્ષના જ્યારે 32 વિપક્ષના કોર્પોરેટરો છે. તેમ છતાં વિવિધ મ્યુનિસિપલ કમિટીઓમાં વિપક્ષી કોર્પોરેટરોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. તેથી કમિટીઓમાં વિપક્ષને સ્થાન આપવાના નિર્દેશની માગ કરવામાં આવી હતી.

સરકાર તરફે શું દલીલો કરાઈ?

બીજી તરફ, રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે સંબંધિત કાયદા કે જોગવાઈઓમાં મ્યુનિસિપલ કમિટીઓમાં વિપક્ષી સભ્યોને સ્થાન આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું નથી. માત્ર વિપક્ષમાં હોવાના આધારે કમિટીમાં સ્થાન મેળવવાનો કાયદેસર હક ઊભો થતો નથી તેવી દલીલ પણ કરવામાં આવી હતી.

સમગ્ર રજૂઆતો અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં લીધા બાદ હાઇકોર્ટે વિપક્ષી કોર્પોરેટરોને વિવિધ મ્યુનિસિપલ કમિટીઓમાં પ્રતિનિધિત્વ આપવું કાયદેસર રીતે ફરજિયાત છે તેવું સ્વીકાર્યું નહોતું. પરિણામે કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવતા કમિટીઓમાં વિપક્ષને સ્થાન આપવાની માગને અદાલતી રાહત મળી નથી.