મોંઘવારીનો વધુ એક ડામ! ગુજરાત એનર્જીએ CNGના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો કર્યો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Energy CNG Price Hike: ગુજરાત એનર્જી દ્વારા CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. CNGના ભાવમાં વધારો કરાતા વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.
ગુજરાત એનર્જીએ CNGના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો કર્યો વધારો
ગુજરાત એનર્જી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દર અનુસાર, CNG ગેસનો જૂનો ભાવ ₹88.76 પ્રતિ કિલો હતો. જેમાં હવે વધારો કરતા નવો ભાવ ₹93.76 પ્રતિ કિલો થયો છે.
અગાઉ અદાણીએ CNGના ભાવ વધાર્યા હતા
ગત 5 નવેમ્બરના રોજ અદાણીએ CNGના ભાવમાં બીજો મોટો વધારે ઝીંક્યો હતો. જેમાં CNGના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.2.30નો વધારો કરતાં CNGના નવા ભાવ રૂ.100.77 ને વટાવી ગયો છે. અગાઉ અદાણીએ 23 ઑક્ટોબર 2026ના રોજ એકઝાટકે 4 રૂપિયાથી વધુનો વધારો ઝીંકતા CNG પ્રતિ કિલોએ રૂ.98.47 એ પહોંચી ગયો હતો.
CNGના ભાવમાં વધારો થવાથી ટેક્સી-રિક્ષાના ભાડા આકાશ આંબી શકે છે. વાહનચાલકોની સાથે-સાથે મુસાફરોને પણ આ ભાવ વધારો નડશે એ નક્કી છે.




