Ahmedabad

ચોમાસા અંગે સ્કૂલો માટે સરકારની ગાઈડલાઈન, આચાર્ય-શિક્ષકોને પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર ન છોડવા આદેશ

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ સરકારે સ્કૂલો માટે સેફ્ટી ગાઈડલાઈન જાહેર કરી છે. આચાર્ય-શિક્ષકોને સ્કૂલમાં વરસાદ પહેલા ઇલેક્ટ્રિક સમારકામ સહિતના કામો પૂર્ણ કરવા આદેશ કરાયો છે. દુર્ઘટના ટાળવા લટકતા વાયરો દૂર કરવા, વોટર સ્પાઉટ સાફ કરવા તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અમલ કરવા જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસા અંગે સ્કૂલો માટે સરકારની ગાઈડલાઈન, આચાર્ય-શિક્ષકોને પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર ન છોડવા આદેશ

Monsoon Safety Guidelines for Schools: ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને સ્કૂલો પણ શરૂ થઈ ગઈ છે ત્યારે સરકારે રાજ્યની સ્કૂલો માટે સેફ્ટી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સ્કૂલોમાં ચોમાસા દરમિયાન કે પૂર-ભારે વરસાદની સ્થિતિમાં આચાર્ય શિક્ષકોને મુખ્ય મથક ન છોડવા આદેશ કરાયો છે.

વરસાદ પહેલા સ્કૂલમાં ઈલેક્ટ્રિકથી માંડી સમારકામ સહિતનું તમામ કામ પૂર્ણ કરી લેવા સૂચના

ચોમાસા દરમિયાન સ્કૂલમાં કે બાળકો સાથે કોઈ પણ દૂર્ઘટના ન બને તે માટે સ્કૂલ શિક્ષણ વિભાગે આગમચેતીના પગલારૂપે પરિપત્ર કરીને સ્કૂલોને વરસાદ પહેલા લટકતા વાયરો સહિતનું ઈલેક્ટ્રિક કામ તેમજ દિવાલ કે છતમાં જરૂર લાગે ત્યાં સમારકામ કરવા સહિતનું જરૂરી તમામ કામ પુરુ કરવા અને જરૂર પડે સ્થાનિક તંત્રની મદદ લેવા માટે પણ સૂચના અપાઈ છે. સ્કૂલોને આ ઉપરાંત છત પરના વોટર સ્પાઉટ સાફ કરવા, જૂનું ફર્નિચર ખસેડવા, વધુ પાણી ભરાતી જગ્યાઓ સફાઈ કરી લેવા તેમજ એમસીબી-એલસીબી કાર્યરત રાખવા આદેશ કરાયો છે.

જરૂર જણાય ત્યાં કેમ્પસમાં ભયજનક લખાણ સાથેના બોર્ડ લગાવવાના રહેશે. વધુમાં અન્ડરગ્રાઉન્ડ પાણી ટાંકી પણ લોક મારીને બંધ રાખવી. જેથી દૂર્ઘટના ન બને. સ્કૂલોને સરકારે ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન માટે દરેક સ્કૂલને સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અમલ કરવા અને નોટિસ બોર્ડ પર સ્થાનિક તલાટી, ડોક્ટર, તરવૈયા તથા ફાયરબ્રિગેડ સેવા સહિતના જરૂરી નંબરો અને એમ્બ્યુલન્સના નંબરો લખવા પણ તાકીદ કરવામાં આવી છે.