પરચાધારી ગણપતિ! સમગ્ર ભારતનું એકમાત્ર મંદિર જ્યાં જમણી બાજુએ વળેલી છે એક દંતની સૂંઢ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Koth Ganpatipura Dholka Ganesh Temple History: આજથી શરૂ થયેલા 10 દિવસીય ગણેશોત્સવ દરમિયાન ભક્તો બાપ્પાની આરાધનામાં લીન છે, ત્યારે અમદાવાદથી 62 કિલોમીટરના અંતરે આવેલા એક પવિત્ર યાત્રાધામ ગણપતિપુરા વિશે જણાવીએ. ધોળકા તાલુકાના કોઠ ગામ નજીક સ્થિત આ સુપ્રસિદ્ધ મંદિર ધોળકાથી 20 કિલોમીટર અને બગોદરા નેશનલ હાઈવેથી 14 કિલોમીટર દૂર આવેલું છે. શ્રદ્ધાળુઓ આ પાવન સ્થળને ગણપતપુરા, ગણેશપુરા, ગણપતિપુરા અને ગણેશ ધોળકા જેવા વિવિધ નામોથી ઓળખે છે.
પરચાધારી ગણપતિ! સમગ્ર ભારતનું એકમાત્ર મંદિર જ્યાં જમણી બાજુએ વળેલી છે એક દંતની સૂંઢ
અહીં બિરાજમાન ગણપતિદાદાની સ્વયંભૂ મૂર્તિ સમગ્ર ભારતમાં અનોખી છે અને તેની વિશેષતા તેને અન્ય મંદિરોથી અલગ તારવે છે. સામાન્ય રીતે ગજાનનની સૂંઢ ડાબી તરફ વળેલી જોવા મળે છે, પરંતુ અહીંના એક દંતી સ્વરૂપની 6 ફૂટ ઊંચી મૂર્તિમાં સૂંઢ જમણી બાજુએ વળેલી છે. આ અદભુત અને દુર્લભ મૂર્તિ પોતાની આ દિવ્ય ખાસિયતને કારણે ભક્તો માટે આકર્ષણ અને અતૂટ આસ્થાનું મોટું કેન્દ્ર બની છે.
ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ગણપતિદાદાને તેમના પ્રિય હજારો કિલો બુંદીના લાડુ તેમજ ચૂરમાના લાડુનો ભવ્ય થાળ પ્રસાદ સ્વરૂપે ધરાવવામાં આવે છે અને આ વિશેષ અવસરે દર્શનાર્થીઓ માટે વહેલી સવારે 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ખોલી દેવામાં આવે છે, જે છેક સાંજના સમયે થતી આરતી પૂર્ણ થયાના અડધા કલાક બાદ સુધી શ્રદ્ધાળુઓના દર્શન હેતુ અવિરત ખુલ્લા રાખવામાં આવે છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરથી નજીક 2 વર્ષ પહેલા વિશાળ પાર્કિંગ સાથે એક સાથે 2 હજાર લોકો ડાયનિંગ ટેબલ પર બેસીને જમી શકે આવું ભોજનાલય બનાવવામાં આવ્યું છે. અહીં દરરોજ 500 જેટલા લોકો સામાન્ય દિવસોમાં દાદાનો પ્રસાદ લે છે. તો રવિવાર, જાહેર રજા અને તહેવાર તથા વિશેષ પર્વ નિમિત્તે 4થી 5 હજાર લોકો દાદાનો પ્રસાદ અચૂક લે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા દર ચોથના દિવસે મોરૈયાની ખીચડી અને કઢીનો પ્રસાદ 30થી 40 હજાર લોકો જમે છે.
આ પણ વાંચો: ગણેશ ચતુર્થી 2026: જાણો ગણપતિ સ્થાપના અને અનંત ચતુર્દશીએ વિસર્જનના શુભ મુહૂર્ત
મળતી માહિતી મુજબ, વિક્રમ સંવત 933ના અષાઢ વદ 4ને રવિવારના રોજ હાથેલમાંથી જમીનના કેરડાના જાળાનાં ખોદકામ સમયે ગણપતિદાદાની મૂર્તિ પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તથા કેડે કંદોરા સાથે પ્રગટ થઈ હતી. તે દિવસે કોઠ, રોજકા અને વણકુટાના આગેવાનોમાં દાદાની મૂર્તિ લઈ જવા માટે વિખવાદ થયો ત્યાર પછી મૂર્તિ ગાડામાં ચડાવી, દાદાને જ્યાં ઇચ્છા હોય ત્યાં વગર બળદે ત્યાંથી ગાડું ચાલ્યું અને ગણપતિપુરાના ટેકરે ઊભું રહ્યું. ત્યાં ભરવાડ દુદો અને ગોકળની શક્તિમાતાની સ્થાપના કરી હતી. ત્યાં દાદાનું ગાડું આવીને ગાડામાંથી મૂર્તિ તેમના હાથે ઉતરી ગઈ હતી. ત્યારથી તે ટેકરાનું નામ ગણપતિપુરા પડ્યું છે.




