Ahmedabad

અમદાવાદ: ઓઢવમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી વાયર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ₹40.62 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 ની ધરપકડ

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર ધવલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં 'શ્રી જી ઇન્ડસ્ટ્રીઝ' નામની ફેક્ટરી પર પોલીસે દરોડો પાડ્યો હતો. અહીં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી ઇલેક્ટ્રિક વાયર બનાવવામાં આવતા હતા. પોલીસે રૂ. 40.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 શખસોની ધરપકડ કરી છે. મુખ્ય માલિક ઉત્તમસિંહ રાજપુત વોન્ટેડ છે. આ ફેક્ટરીમાં પ્લાસ્ટિકના દાણાથી વાયર બનાવી તેના પર જાણીતી કંપનીનું પ્રિન્ટિંગ કરાતું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ઓઢવમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી વાયર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ₹40.62 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 ની ધરપકડ

Ahmedabad Odhav Fake Electric Wire Factory Raid: અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર આવેલી ધવલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી ઇલેક્ટ્રિક વાયર બનાવતી ‘શ્રી જી ઇન્ડસ્ટ્રીઝ’ નામની ફેક્ટરી પર પોલીસે દરોડો પાડી રૂ. 40.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફેક્ટરીમાંથી જાણીતી કંપનીઓના નામે ગેરકાયદે રીતે વાયરોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. આ મામલે પોલીસે સ્થળ પરથી ત્રણ શખસોની ધરપકડ કરી છે, જ્યારે ફેક્ટરીના મુખ્ય માલિક સામે ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

ઓઢવમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી વાયર બનાવતી ફેક્ટરી ઝડપાઈ

​નવી દિલ્હી ખાતે કાર્યરત એક પ્રાઇવેટ લિમિટેડના મેનેજર વિનોદકુમાર કપાસિયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઓઢવ રિંગ રોડ સ્થિત ધવલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના શેડ નંબર 11માં શ્રી જી ઇન્ડસ્ટ્રીઝ નામે નકલી કેબલ વાયર બનાવવાનું ગેરકાયદે કારખાનું ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે ઓઢવ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પંચોને સાથે રાખીને કારખાનામાં દરોડો પાડતા ત્યાંથી સુપરવાઇઝર છોટુસિંહ ભવાનીસિંહ દહીયા (રાજપુત) (ઉં.વ. 25), મજૂરીકામ કરતા મહેન્દ્રકુમાર કુઈઆરામ ભીલ (રાણા) (ઉં.વ. 19) અને ગોપાલકુમાર રતારામ મેઘવાલ (ઉં.વ. 24) મળી આવ્યા હતા.

​પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આ ફેક્ટરી નિકોલ ખાતે રહેતા ઉત્તમસિંહ જબ્બરસિંહ રાજપુતની છે. કારખાનામાં પ્લાસ્ટિકના દાણા ઓગાળીને કોપર વાયર પર કોટિંગ કરી તેના પર જાણીતી કંપનીનું પ્રિન્ટિંગ કરવામાં આવતું હતું. ફેક્ટરીમાંથી અલગ-અલગ કંપનીના 75 મીટરના 502 બંડલ, 160 મીટરના 137 બંડલ, પ્રિન્ટિંગ મશીન, ડ્રાઇવ પેનલ, વજનકાંટા, કોપર વાયર ભરેલા ડ્રમ સહિત કુલ રૂ. 40.62 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઓઢવ પોલીસે કોપીરાઇટ એક્ટ ગુનો નોંધી ફેક્ટરીને સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નકલી વાયર બનાવવા માટે આખી સિસ્ટમ ઊભી કરી હતી

​પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ફેક્ટરીમાં વાયર બનાવવા માટે સંપૂર્ણ મશીનરી સેટઅપ ગોઠવવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકના દાણા ઓગાળવાનું મશીન, 25 ફૂટ લાંબી કૂલિંગ ટ્રફ, AZTEC કંપનીના બે પ્રિન્ટિંગ મશીન અને કેબલ વાયર ટેસ્ટિંગ માટેની લેબ પણ બનાવવામાં આવી હતી. કંપનીના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, કંપની 75 મીટરના વાયરનું વેચાણ કરતી જ નથી, છતાં આ ગેંગ દ્વારા માર્કેટમાં 75 મીટરના બંડલ બનાવી વેચવાનું ષડયંત્ર રચાયું હતું.