Ahmedabad

ભાવનગર દારૂકાંડ બાદ અમદાવાદ પોલીસ દોડતી થઈ: ગ્રામ્યના 500 ગામડાંમાં સર્ચ ઓપરેશન, 177 ગુના નોંધાયા!

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં ઝેરી દારૂથી થયેલા મોત બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે બુટલેગરો સામે સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. મંગળવારે રાતથી 800 પોલીસકર્મીઓએ 500થી વધુ ગામો અને સંવેદનશીલ રૂટ પર ચેકિંગ કર્યું. રાતભરમાં દારૂ અંગેના 177 કેસ નોંધી પોલીસે બુટલેગરોમાં ફફડાટ મચાવ્યો છે. પોલીસે શંકાસ્પદ રોયલ સ્ટેગ બ્રાન્ડનો દારૂ ન પીવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર દારૂકાંડ બાદ અમદાવાદ પોલીસ દોડતી થઈ: ગ્રામ્યના 500 ગામડાંમાં સર્ચ ઓપરેશન, 177 ગુના નોંધાયા!

Ahmedabad Rural Police Combing Operation Bootleggers: ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મોતની ગંભીર ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. બુટલેગરો દ્વારા દારૂનો આ શંકાસ્પદ જથ્થો અમદાવાદ ગ્રામ્યના રસ્તેથી ભાવનગર પહોંચાડવામાં આવ્યો હોવાની આશંકા વચ્ચે ગ્રામ્ય પોલીસે મંગળવાર(18 ઑગસ્ટ) રાતથી જ આખા જિલ્લામાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે રાતભરમાં દારૂ અંગેના 177 કેસો નોંધીને બુટલેગરોમાં ફફડાટ મચાવી દીધો છે.

800 પોલીસકર્મીઓ તૈનાત, 500 ગામોમાં ચેકિંગની યોજના

અમદાવાદ ગ્રામ્ય SPએ જણાવ્યું કે, મંગળવાર મોડી રાતથી બુધવારે સવારે 8 વાગ્યા સુધી સમગ્ર જિલ્લાના સંવેદનશીલ રૂટ, વાહનો અને શંકાસ્પદ અડ્ડાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે 800 જેટલાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનો કાફલો રોડ પર ઉતારી દેવામાં આવ્યો હતો. દારૂની હેરાફેરી અટકાવવા માટે અમદાવાદ ગ્રામ્યના આશરે 500થી વધુ ગામડાંઓમાં પણ સ્થાનિક લોકો અને સરપંચોની મદદથી ખાસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગામના સરપંચો સાથે બેઠક

પોલીસની ટીમે જિલ્લાના વિવિધ ગામોના સરપંચો સાથે તાકીદની બેઠકો યોજીને ગ્રામીણ વિસ્તારમાં દારૂના કોઈપણ શંકાસ્પદ જથ્થા કે હેરાફેરી અંગે તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, આ શંકાસ્પદ દારૂ રોયલ સ્ટેગની બોટલોમાં સપ્લાય કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જેથી પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે હાલના તબક્કે આ બ્રાન્ડનો કે કોઈ પણ અજાણ્યો દારૂ ન પીવો. જો કોઈ વ્યક્તિએ આવો દારૂ ખરીદ્યો હોય કે સેવન કર્યું હોય, તો તેમણે તાત્કાલિક પોલીસ અથવા તબીબી સારવારનો સંપર્ક કરવો.

ગુનાહિત નેટવર્ક અને સપ્લાય રૂટ શોધવા તપાસ તેજ

SPએ જણાવ્યું કે, 'અમે સમગ્ર જિલ્લામાં રાત-દિવસ ચેકિંગ ચાલુ રાખ્યું છે. કોઈ પણ સ્થળે દારૂનું વહન કે સંગ્રહ થયો હોય તો તેની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.'

અમદાવાદ ગ્રામ્ય પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે દારૂનો આ જથ્થો ક્યાંથી આવ્યો હતો, તેને કયા ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો અને કયા રૂટ મારફતે ભાવનગર સુધી પહોંચાડાયો હતો. બુટલેગરોની સપ્લાય ચેઈન તોડી પાડવા માટે પોલીસે જિલ્લાની તમામ સરહદો પર નાકાબંધી પણ આકરી કરી દીધી છે.

આ પણ વાંચો: ભાવનગરમાં લઠ્ઠાકાંડની આશંકા: નકલી દારૂથી 4ના મોત, SPની અપીલ- દારૂ પીધો હોય તો હોસ્પિટલ જાઓ

ભાવનગરમાં લઠ્ઠાકાંડની આશંકા: નકલી દારૂથી 4ના મોત

ભાવનગરના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ 4 યુવકોની તબિયત લથડી હતી. 35 વર્ષીય ઉપેન્દ્રસિંહ ગોહિલનું નિધન થયું હતું. ઝેરી દારૂના સેવનથી વધુ 2 વ્યક્તિઓના મોત નિપજતાં કુલ મૃત્યુઆંક વધીને 4 થયો છે. જિલ્લા પોલીસવડાએ સ્પષ્ટતા કરી કે, રોયલ સ્ટેગ બ્રાન્ડનો ડુપ્લિકેટ દારૂ પીવાથી આ દુર્ઘટના બની છે. પોલીસે ગુનો નોંધી ડુપ્લિકેટ દારૂના સપ્લાયરની તપાસ શરૂ કરી