'ડ્રાય સ્ટેટ' ગુજરાતમાં દારૂ પીને મારા-મારીના રોજના 300થી વધુ કેસ, પોલીસ ઈમરજન્સીના ક્યાં વધારે કેસ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Dry State Liquor Clashes 2026 : ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી દારૂબંધી અમલમાં છે. હવે આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાતમાં જે ઈમરજન્સીમાં પોલીસને સૌથી વધુ બોલાવવી પડતી હોય તેમાં ચોરી, મહિલા-બાળકો સાથે મારામારી અને રોડ એક્સિડેન્ટ કરતાં દારૂનો દૈત્ય પોલીસને વધુ દોડાવે છે. દારૂ પીને થતી મારામારીના કેસ ત્રીજા સ્થાને છે. 10 મહિનામાં દારૂ પીને મારામારીના 93,746 કેસ નોંધાયા છે. આમ, દરરોજ સરેરાશ 300 જેટલા કેસ દારૂ પીને મારામારી કરવાના સામે આવે છે.
દારૂને કારણે પોલીસને સૌથી વધારે દોડાદોડી
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 1 સપ્ટેમ્બર 2025થી 30 જૂન 2026 દરમિયાન '112'માં પોલીસને મદદ માટે સૌથી વધુ બોલાવાઈ છે તેમાં મારામારી, જાહેરમાં તકરાર બીજા સ્થાને છે. જેમાં મારામારીના 1.52 લાખ જ્યારે જાહેરમાં તકરારના 1.35 લાખ કેસ નોંધાયા છે. આ સ્થિતિએ મારામારી માટે રોજના સરેરાશ કેસ નોંધાયા છે. દારૂપીને મારામારીના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ પ્રોહિબિશનના 19,065 કેસ નોંધાયા છે. સપ્ટેમ્બરથી જૂનના આ સમયગાળામાં પોલીસ ઈમરજન્સીના 8.30 લાખ કેસ નોંધાયા છે. આમ, દરરોજ સરેરાશ 2741 કોલ્સ પોલીસ ઈમરજન્સીના મળે છે.
અમદાવાદમાં દારૂના સૌથી વધારે કેસ
પોલીસ ઈમરજન્સીના સૌથી વધુ કેસ મળ્યા હોય તેમાં અમદાવાદ શહેર 1.91 લાખ સાથે મોખરે, સુરત શહેરમાં 1.21 લાખ કેસ બીજા, વડોદરા સિટી 57,279 સાથે ચોથા સ્થાને છે. આ સ્થિતિએ અમદાવાદ સિટીમાં 603 કોલ્સ '112' સેવાને મળે છે. પોલીસ સહાય, મેડિકલ ઈમરજન્સી, ફાયર બ્રિગેડ, મહિલા સુરક્ષા, બાળ સુરક્ષા, અન્ય જીવલેણ-તાત્કાલિક પરિસ્થિતિમાં એક જ નંબર પરથી સહાય મળી રહે તેના માટે '112' ની સેવાનો 1 સપ્ટેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પોલીસ ઈમરજન્સીના ક્યાં વધારે કેસ?
જિલ્લો | કેસ |
અમદાવાદ સિટી | 1,91,288 |
સુરત સિટી | 1,21,116 |
વડોદરા સિટી | 57,279 |
રાજકોટ સિટી | 40,742 |
અમદાવાદ ગ્રામ્ય | 24,089 |
સુરત ગ્રામ્ય | 21,117 |
ગાંધીનગર | 20,614 |
મહેસાણા | 20,163 |
ભાવનગર | 19,567 |
ભરૂચ | 17,860 |
વલસાડ | 17,089 |
બનાસકાંઠા | 17,080 |
ખેડા | 16,503 |
દાહોદ | 15,648 |
આણંદ | 15,419 |
કઈ ઈમરજન્સીમાં પોલીસને સૌથી વધુ બોલાવવી પડી?
ઈમરજન્સી | કેસ | ઈમરજન્સી | કેસ |
મારામારી | 1,52,475 | ટ્રાફિકમાં સમસ્યા | 20,639 |
જાહેરમાં તકરાર | 1,35,434 | દારૂબંધી | 19,065 |
દારૂપીને મારામારી | 93,746 | અપશબ્દો બોલવા | 18,302 |
રોડ એક્સિડેન્ટ | 70,655 | ઘરેલુ હિંસા | 14,373 |
ધ્વનિ પ્રદૂષણ | 53,544 | ચોર પકડાયો | 10,665 |
મહિલા-બાળક સાથે મારામારી | 41,083 | અજ્ઞાત વસ્તુ મળવી | 7,572 |
ચોરી | 29,૬૩૬ | આગ | 7,566 |
અન્ય | 26,489 | છેડતી | 7,380 |
જીવનું જોખમ | 22,813 | અંગત મિલકતને નુકસાન | 6,533 |
મહિલા-બાળકો મુશ્કેલીમાં | 21,૬૬૫ | વ્યક્તિ ગૂમ થવી | 6,533 |
| | અન્ય પેટા પ્રકાર | ૬૫,૧૦૫ |
| | કુલ | 8,30,621 |









