અમદાવાદ: ધોળકા નજીક GIDCમાં ગાંડા થયેલા આખલાએ એક વ્યક્તિને ખૂંદી નાખ્યો, પશુ ડૉક્ટરની ટીમે તાબે કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dholka Rampura GIDC Stray Bull Attack News: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં રામપુરા પાસે આવેલી GIDC વિસ્તારમાં રવિવારે(23 ઓગસ્ટ) એક ગાંડા આખલાએ ભારે આતંક મચાવ્યો હતો. જેમાં આખલાના હુમલામાં એક નિર્દોષ વ્યક્તિનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પશુ ડૉક્ટરની ટીમ, ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ભારે જહમત બાદ આખલાને પકડી પાડવામાં સફળતા મળી હતી.
બે-ત્રણ કલાક સુધી આંખલાએ મચાવી ભાગદોડ
પ્રાપ્ત વિગતો મુજબ, ધોળકા રામપુરા GIDC વિસ્તારમાં કામધંધા અર્થે આવતા-જતા લોકો પર એક આખલો અચાનક હિંસક બનીને તૂટી પડ્યો હતો. આખલાએ એક વ્યક્તિ પર ગંભીર રીતે હુમલો કરી દેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. છેલ્લા બે થી ત્રણ કલાકથી આખલાએ આખા વિસ્તારને બાનમાં લીધો હતો, જેના કારણે નોકરી-ધંધે જતા કામદારો અને વાહનચાલકોમાં જીવ બચાવવા માટે ભાગદોડ મચી ગઈ હતી.
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
ઘટના અંગે ધોળકા ડિવિઝનના DySPએ જણાવ્યું હતું કે, GIDC વિસ્તારમાં આખલાના આતંક અંગે સ્થાનિકોની ફરિયાદ મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પશુ ડૉક્ટરની ખાસ ટીમ, ફાયર વિભાગ અને પોલીસ કાફલાને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા.
ટીમ દ્વારા આખલાને સફળતાપૂર્વક ઓળખી કરી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સલામત રીતે પકડી પાડવામાં આવ્યો હતો. આખલો પકડાઈ જતાં GIDCમાં કામ કરતા વેપારીઓ, શ્રમિકો અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.









