Ahmedabad

અમદાવાદ: ધોળકાના ખરાંટી ગામે તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત, ઘટનાના બીજા દિવસે મળ્યો મૃતદેહ

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના ધોળકા તાલુકાના ખરાંટી ગામે 32 વર્ષીય કેતનકુમાર બાકરોલીયાનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત થયું છે. 15 સપ્ટેમ્બરે બપોરે માછલી પકડવા ગયેલા કેતનકુમારનો પગ લપસતા ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. બે દિવસની શોધખોળ બાદ 17 સપ્ટેમ્બરે તેમનો મૃતદેહ મળ્યો હતો. કોઠ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ધોળકાના ખરાંટી ગામે તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત, ઘટનાના બીજા દિવસે મળ્યો મૃતદેહ

Dholka News: અમદાવાદના ધોળકા તાલુકાના ખરાંટી ગામે એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. જેમાં ખરાંટી ગામના દેવીપૂજક વાસમાં રહેતા 32 વર્ષીય કેતનકુમાર આત્મારામભાઈ બાકરોલીયાનું તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે.

અમદાવાદ: ધોળકાના ખરાંટી ગામે તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત

​મળતી માહિતી મુજબ, ગત 15 સપ્ટેમ્બરના રોજ બપોરના ત્રણેક વાગ્યે કેતનકુમાર ગામના તળાવમાં માછલી પકડવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક પગ લપસી જતાં ઊંડા પાણીમાં તેમનો ગરકાવ થયો હતો. ધોળકા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા બે દિવસની શોધખોળ બાદ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યાની આસપાસ તળાવમાંથી કેતનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાના બીજા દિવસે મળ્યો મૃતદેહ

આ અંગે મૃતકના પિતા આત્મારામભાઈ બાકરોલીયાએ પોલીસને જાણ કરી હતી. ઘટના અંગે કોઠ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કંટ્રોલ રૂમ દ્વારા બનાવ વાળી જગ્યાએ એફ.એસ.એલ. (FSL)ની ટીમને મોકલવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. યુવકના અચાનક અવસાનથી સ્થાનિક પંથક અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.