ધંધુકા સિંચાઇ કૌભાંડ : નબળી પાઈપ, અધૂરાં કામ છતાં કરોડો ચૂકવાયા, CAG ના રિપોર્ટમાં ધડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dhandhuka Irrigation Scam: અમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારના 32 ગામોની આશરે 30 હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપવા ભૂગર્ભમાં પાઈપલાઈન નાંખવામાં આવી રહી છે. આ સિંચાઈ પ્રોજેક્ટમાં મોટું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ અને ભૂગર્ભ પાઈપલાઈનના કામોમાં જાહેર નાણાંની સુનિયોજિત લૂંટ ચલાવવામાં આવી છે. કેગના તાજેતરના ઓડિટ અહેવાલમાં આ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી છે. આ સમગ્ર પ્રકરણની જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરાઈ છે.
નિવૃત્ત અધિકારીના આશીર્વાદથી કોન્ટ્રાક્ટરોને ઘી-કેળાં
ટેન્ડરની સ્પષ્ટ શરત મુજબ, 1600 મિ.મી.થી વધુ વ્યાસની પાઈપો માટે 249 ઈંચની મજબૂતાઈ જરૂરી હતી. આમ છતાં, નીતિ-નિયમોને નેવે મૂકીને માત્ર 124 ઈંચની અત્યંત નબળી અને હલકી ગુણવત્તાની પાઈપો ખરીદીને જમીનમાં નાખી દેવામાં આવી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ પ્રોજેક્ટમાં માત્ર 68% કામ જ પૂરું થયું હતું. અંદાજે 25 કરોડનું કામ અધૂરું છોડી દેવાયું હોવા છતાં, 15મી જૂન 2022ના રોજ કોન્ટ્રાક્ટરને કામ પૂર્ણ થઈ ગયું હોવાનું નકલી 'કમ્પ્લીશન સર્ટિફિકેટ' પણ ઈસ્યુ કરી દેવામાં આવ્યું હતું.
આક્ષેપો થઈ રહ્યા છે. નિવૃત્ત અધિકારીઓની આ ગોઠવણના કારણે જ કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા થઈ રહ્યા છે અને જનતાની કમાણીના નાણાં વેડફાઈ રહ્યા છે. સરકારની આ બેદરકારીનો ભોગ સ્થાનિક ખેડૂતો બન્યા છે. વરસાદ આધારિત ખેતી કરતા આ વિસ્તારના ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવાની જગ્યાએ, નબળી પાઈપો તૂટી જવાના કારણે જમીનોમાં પાણી ભરાવાની મોટી સમસ્યાઓ ઊભી થઈ છે. હાલમાં આ સમગ્ર કરોડો રૂપિયાના કૌભાંડ અને ગેરરીતિઓ સામે તટસ્થ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
હલકી ગુણવત્તાની પાઈપ છતાં રૂ.47 કરોડ ચૂકવી દેવાયાં
વારંવારની સૂચનાઓ અને સ્થળ મુલાકાતો થઈ હોવા છતાં, અધિકારીઓની રહેમનજર હેઠળ આ હલકી ગુણવત્તાનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં, 47.77 કરોડ રૂપિયાનું ગેરકાયદે ચૂકવણું કરી દેવાયું હતું. પાઈપો વપરાશમાં ન લેવાઈ છતાં 50.33 લાખ રૂપિયા રૂપિયા કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવ્યા હતાં.
પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ આક્ષેપ કર્યો કે, સિંચાઈ અને નર્મદા સહિતના મહત્વના વિભાગોમાં નિવૃત્ત અધિકારીઓને કરાર આધારિત ફરી નિમણૂકો આપવામાં આવી રહી છે. આ વિશેષ નિમણૂકો પાછળ કથિત 'કમલમ કમીશન' અને ભ્રષ્ટાચારી વ્યવસ્થાને સાચવવાનો ખેલ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.









