અમદાવાદમાં શ્રાવણ માસની ભક્તિમય શરૂઆત: ન્યૂ રાણીપના કેદારેશ્વર મહાદેવ મંદિરે ઉમટ્યું ભક્તોનું મહેરામણ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shravan 2026: પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસે જ સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ દેવાધિદેવ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. શ્રાવણના પ્રારંભે મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.
જળાભિષેક અને પૂજન કરી ભક્તોએ ધન્યતા અનુભવી
શ્રાવણ મહિનાના પહેલા દિવસે જ શિવભક્તો વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઉભા રહીને ભોળાનાથના દર્શન માટે આતુર દેખાયા હતા. ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક તેમજ બિલિપત્ર ચઢાવી વિશેષ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની આરાધનાનું વિશેષ અને અનેરૂં મહત્ત્વ રહેલું છે. જેને ધ્યાને રાખીને સમગ્ર ઓગસ્ટ અને શ્રાવણ માસ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી દિવસોમાં તથા શ્રાવણી સોમવારે મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચે તેવી શક્યતા છે.









