Ahmedabad

દાણીલીમડા: કમરે ‘નકલી પિસ્તોલ’ ભરાવી રોફ જમાવતો સગીર ઝડપાયો, પુત્રને બાઇક આપનારા પિતા સામે ગુનો નોંધાયો

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના દાણીલીમડામાં એક સગીર બાઈકચાલકનો કમરે 'પિસ્તોલ' સાથેનો વીડિયો વાઈરલ થયો હતો. પોલીસે તપાસ કરતા તે પિસ્તોલ નહીં, પરંતુ લાઈટર હોવાનું ખુલ્યું. જોકે, સગીર પાસે લાયસન્સ ન હોવાથી પોલીસે તેના 50 વર્ષીય પિતા મોહમ્મદ દાસામી અલીહસન શેખ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પિતાને પુત્રની ભૂલ મોંઘી પડી.

Summarized by AI; it may make mistakes. Check important info

દાણીલીમડા: કમરે ‘નકલી પિસ્તોલ’ ભરાવી રોફ જમાવતો સગીર ઝડપાયો, પુત્રને બાઇક આપનારા પિતા સામે ગુનો નોંધાયો

A Toy Pistol, A Real Crime: Minor Bikers Cost Fathers Dearly: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા એક વીડિયો બાદ પોલીસે કાર્યવાહી કરી છે. આ વીડિયોમાં બાઇક લઈને જતો એક સગીર કમરે ‘પિસ્તોલ’ ભરાવીને જતો દેખાયો હતો. જો કે, પોલીસ તપાસમાં તે પિસ્તોલ નહીં પરંતુ લાઇટર હોવાનું સામે આવ્યું હતું. જો કે, આ સગીર પાસે બાઇક ચલાવવાનું લાયસન્સ ન હતું, તેથી પોલીસે તેના પિતા સામે ગુનો દાખલ કર્યો છે.

વીડિયો વાઈરલ થતાં જ પોલીસે તપાસનો ધમધમાટ

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, વાઈરલ વીડિયોમાં એક બાઇક સવાર આંબેડકર બ્રિજથી ખોડિયાર નગર ચાર રસ્તા તરફ જતો હતો. ત્યારે તેની કમર પર પિસ્તોલ જોવા મળી હતી. આ વીડિયો ધ્યાને આવતા જ પોલીસે બાઇક રજિસ્ટ્રેશન નંબરના આધારે તેના માલિકની શોધખોળ આદરી હતી. આ તપાસમાં સામે આવ્યું હતું કે, બાઇક માલિક દાણીલીમડામાં રહેતા 50 વર્ષીય મોહમ્મદ દાસામી અલીહસન શેખ છે.

'પિસ્તોલ' લાઇટર નીકળી, પણ બાઇક ચાલક સગીર હતો

આ દરમિયાન પોલીસે શંકાસ્પદોની પૂછપરછ કરીને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, વીડિયોમાં દેખાતી પિસ્તોલ જેવી વસ્તુ હથિયાર ન હતું, પરંતુ પિસ્તોલ આકારનું લાઇટર હતું. જો કે, તપાસમાં ગંભીર બાબત સામે આવી કે બાઇક લઈને જતો સગીર હતો, જેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું. તેણે 3 સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે 4 વાગ્યે ખોડિયાર નગર તરફ પૂરપાટ ઝડપે બાઇક હંકારી હતી. તેણે ખોડિયાર નગર BRTS બસ સ્ટેન્ડ નજીક ટ્રાફિક વચ્ચે જોખમી રીતે બાઇક ચલાવી હતી. આ વાતની પોલીસે ગંભીરતાથી નોંધ લીધી હતી.

લાયસન્સ વગર બાઇક આપવા બદલ પિતા સામે કાર્યવાહી

આમ, સગીર પુત્ર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં, તેને બાઇક ચલાવવા આપવા બદલ પોલીસે મોહમ્મદ શેખ સામે મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.