Ahmedabad

સુરત નાસીરનગર મેગા ડિમોલેશન: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત

By GS Team
29 Jun 20261 min read
TukuTouch Logo
સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલેશન કેસમાં સરકારે કોર્ટમાં સ્વીકાર્યું છે કે, કોઈપણ મંજૂરી વિના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. હાઈકોર્ટે કોર્પોરેશનને ખખડાવતા સવાલ કર્યો કે, અધિકારીઓ શું કરતા હતા? 150 મકાનો તોડતી વખતે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અને ટોરેન્ટના અધિકારીઓ હાજર હતા તેવો પણ સરકારે સ્વીકાર કરી તપાસના આદેશ આપ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત નાસીરનગર મેગા ડિમોલેશન: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત

Surat Nasirwadi Demolition Case: સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલેશનમાં સરકારે કોર્ટમાં સ્વીકાર્યું છે કે દબાણો કોઇ પણ સત્તાધીશોની મંજૂરી વગર તોડી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે વીજ કંપનીએ જણાવ્યું કે, અમને કોઈ લેખિત નહીં પણ ટેલિફોનિક સૂચના મળી હતી. અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે 10 થી 15 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં અમારા વીજ મીટરોને પણ નુકસાન થયું હતું.

ડિમોલિશન કરવા બદલ કોર્પોરેશનને ખખડાવ્યું
બીજી તરફ, હાઈકોર્ટે કોર્પોરેશનને આડે હાથ લેતા સવાલ કર્યો હતો કે, આટલું મોટું ડિમોલિશન થયું ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ શું કરતા હતા? તમારા કમિશનર ટોરેન્ટને ટેલિફોનિક સૂચના આપે છે! કાયદાકીય પ્રક્રિયા હાથ ધર્યા વગર તમે લોકોના મકાનો કેવી રીતે તોડી શકો?

તપાસના આદેશ આપી માત્ર નાટક?
સરકારે પણ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે, આ દબાણો ખોટી રીતે તોડી પડાયા છે અને તેના માટે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. સરકારે કબૂલ્યું કે જ્યારે 150 જેટલા મકાનો તોડાતા હતા ત્યારે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને ટોરેન્ટના અધિકારીઓ ત્યાં હાજર હતા અને તેઓ માત્ર તમાશો જોઈ રહ્યા હતા.