Ahmedabad

અમદાવાદમાં વાહન ચોરી કરતી ગેંગના 3 સાગરીતો 2 લોડિંગ રિક્ષા સાથે ઝડપાયા, CCTVમાં ધક્કો મારીને જતા કેદ

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોડિંગ રિક્ષા ચોરતી ગેંગના 3 સભ્યોને 2 ચોરાયેલી રિક્ષા સાથે ઝડપી પાડ્યા છે. નારોલ અને દાણીલીમડામાં રિક્ષા ચોરીની ફરિયાદો નોંધાઈ હતી. CCTV ફૂટેજમાં ચોરો રિક્ષાને ધક્કો મારી લઈ જતા દેખાયા હતા. પોલીસે મોહંમદ શાહરુખ કુરેશી, ગુલફામ કુરેશી અને મોહંમદ શકીલ અંન્સારીને 2.10 લાખના મુદ્દામાલ સાથે પકડી 2 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં વાહન ચોરી કરતી ગેંગના 3 સાગરીતો 2 લોડિંગ રિક્ષા સાથે ઝડપાયા, CCTVમાં ધક્કો મારીને જતા કેદ

Ahmedabad News: અમદાવાદમાં મોડી રાત્રે લોડિંગ રીક્ષાને ધક્કો મારીને ચોરી કરતી ગેંગના 3 સભ્યોને શહેર ક્રાઈમ બ્રાન્ચે 2 ચોરાયેલી રિક્ષા સાથે ઝડપી પાડ્યા છે. નારોલ સર્કલ પાસેના સ્વસ્તિક એસ્ટેટના પાર્કિંગમાંથી 2.5 મહિના પહેલા અને દાણીલીમડાના ફૈઝલનગરમાં બિસ્મીલ્લા હોટલ પાસેથી રાત્રિના સમયે લોડિંગ રિક્ષા ચોરાઈ હોવાની ફરિયાદો નોંધાઈ હતી. દાણીલીમડા વિસ્તારમાં તો ચોરો રિક્ષાને ધક્કો મારીને લઈ જતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

વાહન ચોરી કરતી ગેંગના 3 સાગરીતો 2 લોડિંગ રિક્ષા સાથે ઝડપાયા

આ ફરિયાદો મળતા જ ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ મોહંમદ શાહરુખ કુરેશી, ગુલફામ ઉર્ફે ડી.જે. કુરેશી અને મોહંમદ શકીલ અંન્સારી નામના 3 આરોપીઓને પકડી લીધા હતા. તેમની પાસેથી 2 લોડિંગ ટેમ્પો મળીને કુલ 2,10,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી નારોલ અને દાણીલીમડા પોલીસ સ્ટેશનના 2 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

પકડાયેલા આરોપીઓની તપાસમાં તેઓનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે. આરોપી ગુલફામ કુરેશી અગાઉ સાણંદ, એલીસબ્રીજ, નારણપુરા, નવરંગપુરા, વસ્ત્રાપુર, નારોલ, આનંદનગર, વટવા, રામોલ, કઠલાલ અને હરણી જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, છેતરપિંડી અને દારૂબંધીના કુલ 14 જેટલાં ગુનાઓમાં સંડોવાયેલો છે. જ્યારે અન્ય એક આરોપી મોહંમદ શકીલ અંન્સારી વિરુદ્ધ પણ અગાઉ એલિસબ્રિજ પોલીસ મથકમાં હત્યાનો 1 ગુનો અને દાણીલીમડા પોલીસ મથકમાં દુષ્કર્મ તથા પોક્સો એક્ટ હેઠળનો 1 ગંભીર ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.