અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત, પોલીસ ઘટનાસ્થળે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિસત સર્કલ પાસે આવેલી એક હોટલમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કર્યો હોવાની ઘટના બની છે. હોટલમાં પ્રેમી પંખીડા પંખે લટકેલી હાલતમાં જોવા મળ્યા છે, ત્યારે સમગ્ર મામલે જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત
પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, જયદીપ પટેલીયા નામનો યુવક અને નીતા ડામોર નામની યુવતીએ ચાંદખેડાની કુમકુમ હોટલમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. હોટલના સ્ટાફે રૂમનો દરવાજો ખખડાવ્યો પણ કોઈએ દરવાજો ન ખોલતા મેનેજરને જાણ કરાઈ હતી.
હોટેલના રૂમમાં યુવક-યુવતી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા
સમગ્ર ઘટનામાં હોટલ મેનેજરને કાંઈક અજુગતુ લાગતા તેણે પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી રૂમનો દરવાજો તોડતાં યુવક-યુવતી બંને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ પછી એમ્બ્યુલન્સ બોલાવીને તેમની પ્રાથમિક તપાસ કરતા તેમનું મોત થયું હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.
આ પણ વાંચો: સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં દુર્ઘટના, નદીમાં ડૂબી જવાથી અરવલ્લીના બે યુવકોના મોત
મળતી માહિતી પ્રમાણે, આપઘાત કરનારા યુવતીની ઉંમર 20 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવાનું જણાય છે. પ્રેમી પંખીડાઓ પંચમહાલ જિલ્લાના સંતરામપુરના રહેવાસી હોય તેવું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવક-યુવતી પાસેથી હાલ કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. આપઘાત મામલે ચાંદખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









