Entertainment

નોલાનની ફિલ્મ ઓડિસીની ટિકિટ રૂ. 3100 છતાં શો હાઉસફૂલ

By GS Team
12 Jul 20261 min read
TukuTouch Logo
ક્રિસ્ટોફર નોલાનની ગ્રીક દંતકથા આધારિત ફિલ્મ 'ઓડિસ્સી'નું મુંબઈમાં પ્રીમિયર યોજાયું. નોલાન, પત્ની એમા થોમસ, ટોમ હોલાન્ડ અને મેટ્ટ ડેમોન સહિતના કલાકારો હાજર રહ્યા. સેન્સર બોર્ડે કોઈ કટ વિના 'A' સર્ટિફિકેટ આપ્યું. ભારતમાં નોલાનની લોકપ્રિયતા જોતા ફિલ્મ સારો દેખાવ કરશે તેવી આશા છે. મુંબઈમાં ટિકિટ 3100 રૂપિયા સુધીની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નોલાનની ફિલ્મ ઓડિસીની ટિકિટ રૂ. 3100 છતાં શો હાઉસફૂલ

સેન્સર બોર્ડે એક પણ કટ કર્યા વિના એ સર્ટિફિકેટ આપ્યું
ભારતમાં જબરદસ્ત લોકપ્રિય દિગ્દર્શક નોલાનની છેલ્લી ફિલ્મ ઓપનહાઇમરે 150 કરોડ રળ્યા હતા
મુંબઇ : ગ્રીક દંતકથા પર આધારીત ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઓડિસ્સી દુનિયાભરમાં ૧૭ જુલાઇએ રજૂ થવાની છે પણ મુંબઇમાં તેનું પ્રિમિયર તથા અન્ય એક શો શુક્ર અને શનિવારે યોજવામાં આવ્યા હતા. ક્રિસ્ટોફર નોલાન તેમની પત્ની એમા થોમસ તથા ફિલ્મના એક્ટર ટોમ હોલાન્ડ અને મેટ્ટ ડેમોન પણ આ મુંબઇ યોજાયેલા આ ફિલ્મના પ્રિમિયરમાં હાજર રહ્યા હતા.
મુંબઇમાં ઓડિસ્સી ફિલ્મની સૌથી મોંઘી ટિકિટ ૩૧૦૦ રૂપિયાની છે. જ્યારે દિલ્હી એનસીઆર વિસ્તારમાં ટિકિટનો ભાવ ૨૫૦૦ રૂપિયા છે અને ફિલ્મના શો સવારે સાડા છ વાગ્યાથી શરૂ થઇ જશે. સૌથી સસ્તી ટિકિટ ચેન્નાઇમાં આઇમેકસ થિયેટરમાં માત્ર ૫૦૮ રૂપિયા છે. ફિલ્મને સેન્સર બોર્ડે પણ એક પણ કટ વિના એ પ્રમાણપત્ર જારી કરી દીધું છે. ભારતમાં ક્રિસ્ટોફર નોલાનનો ચાહકવર્ગ ખૂબ મોટો છે. નોલાનની છેલ્લી ફિલ્મ ઓપનહાઇમરને ભારતમાંથી ૧૫૦ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી.ફિલ્મના કળાકાર મેટ્ટ ડેમોને શેખરકપૂર સાથે ફોર ફિધર્સ ફિલ્મમાં કામ કરવાની તક ગુમાવવા બાબતે અફસોસ વ્યક્ત કર્યો હતો.