World

વિયેતનામમાં ફૂ-કોક ટાપુ પાસે બોટ ડૂબતાં 15 ભારતીય સહેલાણીઓની જળ સમાધિ

By GS Team
11 Jul 20261 min read
TukuTouch Logo
વિયેતનામના ફૂ કૉક ટાપુ પાસે ભારતીય સહેલાણીઓને લઈ જતી બોટ ડૂબી જતાં કરુણ દુર્ઘટના સર્જાઈ છે. આ બોટમાં 15 જેટલા ભારતીય સહેલાણીઓ સવાર હતા. ભારતીય દૂતાવાસ સત્તાવાળાઓના સંપર્કમાં રહી, બચાવ કામગીરી અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. દૂતાવાસે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિયેતનામમાં ફૂ-કોક ટાપુ પાસે બોટ ડૂબતાં 15 ભારતીય સહેલાણીઓની જળ સમાધિ

શોધ ચાલી રહી છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે : ભારતીય દૂતાવાસે હેલ્પ લાઈન ફોન નંબર જારી કર્યા છે
હેતોય : વિયેતનામના ફૂ કૉક ટાપુ પાસે કેટલાક ભારતીય સહેલાણીઓને લઇ જતી બોટ ડૂબી ગઇ છે. ભારતીય દૂતાવાસ આ અંગે સત્તાવાળાઓના સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ ઉપર ધ્યાન રાખી રહ્યું છે. આ બોટમાં ૧૫ જેટલા ભારતીય સહેલાણીઓ હતા. તેમ ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ (એ.પી.) જણાવે છે.
ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે આ અતિકરૂણ દુર્ઘટના થોડા કલાકો પહેલાં જ બની હતી, તેથી તેની વિગતો પૂરેપૂરી મળી શકી નથી. તેમ છતાં બને તેટલી વિગતો પ્રાપ્ત કરવા પ્રયત્નો થઇ રહ્યા છે. તે માટે અલગ કંટ્રોલ રૂમ પણ તૈયાર રખાયો છે. જ્યારે હોરત લિન્ટ સીટી સ્થિત ભારતીય ઉપ દૂતાવાસ સ્થિત દૂતે સંપર્ક માટેના ટેલીફોન નંબર જાહેર કર્યા છે જે આ પ્રમાણે છે : (૧) ૮૪૩૬૨૮૧૭૯૩૦, (૨) ૫૫૨૩૭૧૪ અને (૩) ૮૪૩૩૪૫૨૦૪૧૪. જ્યારે હેતોયમાં ૮૪૯૧૩૦૮, ૯૧૬૫ ઉપર સંપર્ક સાધી શકાશે.