સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં દુર્ઘટના, નદીમાં ડૂબી જવાથી અરવલ્લીના બે યુવકોના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Drowning Incident In Sabarkantha: સાબરકાંઠાના વિજયનગરની પોલો ફોરેસ્ટમાં દુર્ઘટના સર્જાઈ છે. રવિવારે(12 જુલાઈ) વિકએન્ડમાં વિજયનગરની હરણાવ નદીમાં નહાવા પડેલા ત્રણ યુવકો ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં અરવલ્લીના ટીંટોઈ ગામના બે યુવકોનું નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. જ્યારે એક યુવકનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં વિજયનગર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલો ફોરેસ્ટમાં નદીમાં ડૂબી જવાથી અરવલ્લીના બે યુવકોના મોત
સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં નદીમાં નહાવા પડેલા 3 યુવકોમાંથી બેના કરૂણ મોત થયા છે. મૃતકોની ઓળખ યશકુમાર વાઘેલા(ઉં.વ.22) અને સાહિલ મોરી(ઉં.વ.21) થઈ છે. ઉલ્લેખનીય છે કે, 11 જુલાઈએ નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી નદીમાં પાણીનું સ્તર અચાનક વધ્યું હતું. જો કે, આ મામલે અજાણ અરવલ્લીના મોડાસાના યુવકો પોલો ફોરેસ્ટમાં રજા માણવા ગયા હતા અને નદીમાં નહાવા જતાં ઊંડા પાણીમાં ડૂબ્યા હતા. જ્યારે એક યુવકનો આબાદ બચાવ થયો છે.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર બહોંચી બંને મૃતકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યા હતા. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.














