Ahmedabad

અમદાવાદમાં રેલવેના અધિકારીઓને બદનામ કરવા પોસ્ટ વાયરલ કરનારા સામે ફરિયાદ, રૂ. 4.80 લાખના ઓર્ડરમાં 40 લાખનો તોડ!

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં, રેલવેના અધિકારીઓને બદનામ કરવાનો પ્રયાસ કરનાર 2 લોકો વિરુદ્ધ શહેરકોટડા પોલીસે ગુનો નોંધ્યો છે. યોગેશ મિશ્રા અને અંકિત પાંડે નામના વ્યક્તિઓએ સાબરમતીથી પાલનપુર રેલવે સેક્શનના જૂના ફર્નિચરના સમારકામના વર્ક ઓર્ડરમાં છેડછાડ કરી 40 લાખની રકમ લખી હતી. નાણાંની માંગણી ન સંતોષાતા, તેમણે અધિકારીઓને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં રેલવેના અધિકારીઓને બદનામ કરવા પોસ્ટ વાયરલ કરનારા સામે ફરિયાદ, રૂ. 4.80 લાખના ઓર્ડરમાં 40 લાખનો તોડ!

Ahmedabad News: અમદાવાદના સાબરમતીથી પાલનપુર રેલવે સેક્શનમાં આવતા સ્ટેશનોમાં જુના ફર્નિચરના સમારકામના વર્ક ઓર્ડરની કોપીમાં છેડછાડ કરીને 40 લાખની રકમ લખીને યોગેશ મિશ્રા અને અંકિત પાંડે નામના વ્યક્તિએ તેમની પાસેથી નાણાંની માંગણી કરી હતી. પરંતુ, રેલવેના અધિકારીઓએ ના પાડતા બંને જણાએ સોશિયલ મીડિયામાં અધિકારીઓને બદનામ કરવા પ્રયાસ કર્યો હતો. આ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

નાણાં આપવાની ના પાડતાં સોશિયલ મીડિયા પર બદનામ કરવાની આપી ધમકી

મળતી માહિતી અનુસાર, ચાંદખેડામાં આવેલા પુરૂષોત્તમ પાર્ક સોસાયટીમાં રહેતા મયુરસિંઘ રાજપુત પશ્ચિમ રેલવેના અમદાવાદ ડીવીઝનમાં રેલવે કેટરીન સેલમાં સિનિયર કોમર્શીયલ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. જુન 2026 દરમિયાન સાબરમતીથી પાલનપુર રેલવે સેક્શનમાં આવતા સ્ટેશનોના જૂના ફર્નિચર સમારકામનું કામ મંજૂર કરાયું હતું. જેમાં 4.80 લાખનો વર્ક ઓર્ડર અસારવાની એક ફર્મને મળ્યો હતો. જેની ચુકવણી થઇ ચુકી હતી. તે સિવાય અન્ય કોઇ ખરીદી થઇ નહોતી.

12મી સપ્ટેમ્બરના રોજ યોગેશ મિશ્રા નામના વ્યક્તિ ડીઆરએમની ઓફિસમાં આવ્યો હતો અને આસીસટન્ટ કોમર્શીયલ મેનેજર ને મળ્યો હતો. તેણે ધમકી આપી હતી કે તમે બધા ખોટા બિલ બનાવીને અંગત વપરાશ માટે ચીજવસ્તુઓ ખરીદી કરો છો. જો તમે અમને નહીં સાચવો તો તમને હેરાન કરી દઇશ. આ માટે ચોક્કસ રકમ માંગી હતી. પરંતુ, તેને પૈસા આપવાની ના પાડતા તે સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપીને જતો રહ્યો હતો.

વર્ક ઓર્ડરમાં છેડછાડ કરી કૌભાંડ હોવાનો ખોટો પ્રચાર કર્યો

બાદમાં 24મી સપ્ટેમ્બરના રોજ અંકિત પાંડે નામના એક્સ હેન્ડલ પરથી ડીઆરએમ ઓફિસના અધિકારીઓને બદનામ કરવા માટે 4.80 લાખના વર્ક ઓર્ડરની કોપીમાં છેડછાડ કરીને 40 લાખની રકમ લખી હતી. અને લખ્યુ હતું કે ફર્નિચર કૌભાંડના આરોપ લગાવ્યો હતો. તેમજ આ સમાચાર રેલસમાચાર નામની સાઇટ પર લખ્યા હતા. જે અંગે શહેરકોટડા પોલીસે યોગેશ મિશ્રા અને અંકિત પાંડે વિરૃદ્ધ ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે.